Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં ઇલે.બાઇકમાં આગ લાગી

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં ઇલે.બાઇકમાં આગ લાગી

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ વાહનોમાં આગ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં ચાલુ ઈલેક્ટ્રીક બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે બાઈક ચાલક દ્વારા સતર્કતા દાખવી અને બાઈક પાર્ક કરી અને નીચે ઉતરી જવામાં આવ્યું હતું જેને લઈને કોઈ જાનહાની નથી સર્જાવા પામી.

પરંતુ અચાનક બેટરીમાં શોર્ટ સર્કિટ થયું હોવાના કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આગ લાગવાના કારણે આજુબાજુના વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક લોકો પણ ભયમાં મુકાયા હતા.

પરંતુ આ અંગે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ફાયર ની ટીમ ત્યાં પહોંચી અને આગને કાબુમાં લે તે પહેલા જ બાઈક મળીને ખાખ બની ગયું હતું ત્યારે બેટરી વાળું વાહન ફરી એક વખત જોખમરૂપી સાબિત થયું છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar