Dailyhunt
સુત્રાપાડામાં ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો: ગુનો દાખલ

સુત્રાપાડામાં ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો: ગુનો દાખલ

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.3 સુત્રાપાડા પો.સ્ટે વિસ્તારમાંથી માન્ય ડીગ્રી વગર પ્રેકટીસ કરતા પ્રભાસ પાટણના બોગસ ડોકટર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.કાગડા તથા પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એસ.સુવાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના વિપુલભાઇ અમૃતભાઇ પો.હેડ.કોન્સ , કૈલાસસિંહ જેસાભાઇ પો.કોન્સ.

, મહાવિરસિહ મંગલસિહ પો.કોન્સ.એ પોલીસ સ્ટાફ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસરશ્રી પ્રવીતાબેન પ્રદિપભાઇ દાહીમા ને સાથે રાખી કદવાર ગામ વિસ્તારમાં, શબ્બીર એમન મહિડા રહે.પ્ર.પાટણવાળો ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક/દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી કુલ આર્ટીકલ- સામગ્રી નંગ-11 કિ.રૂ. 7,860/-ના મુદામાલ સાથે મળી આવતા સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar