ઈસ્લામાબાદ, તા.21 પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાન લાંબા સમયથી જેલમાં છે તો આગામી તા.27ના ઈસ્લામાબાદમાં ઈમરાનખાનના પક્ષ તહેરીક કે ઈન્સાન એ ઈસ્લામાબાદમાં એક કૂચ યોજવા જાહેરાત કરતા જ હવે ખાન પરિવાર પર સકંજો કસાયો છે.
પાકિસ્તાનની સરકારે ઈમરાનખાનના બે બહેન નુરીન નીયાજી તથા ઉજમાખાનને 30 દિવસ માટે જેલમાં નાખી દીધા છે. પાટનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલુ લીધુ છે.
એક દિવસ પહેલા જ ઈમરાનના એક બહેન અલીમાખાનને પણ ધરપકડ કરીને લાજપત જેલમાં મોકલી દેવાયા હતા તો પાકિસ્તાનના ગૃહ રાજયમંત્રી તલાલ ચૌધરીએ ચેતવણી આપી છે કે જે લોકો ઈસ્લામાબાદ આવશે તેની ધરપકડ થશે.
આમ ઈમરાનખાનના ત્રણ બહેનોને જેલમાં નાંખવામાં આવ્યા છે અને તેમના પક્ષના ટોચના નેતાઓને પણ ઈસ્લામાબાદ નહી આવવા ચેતવણી આપવામાં આવી છે.

