મોરબી
ટંકારાના વિરપર પાસેથી પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.27
ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આવેલ જી.આઇ.ડી.સી નજીકથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને વાહન મળીને કુલ 41875 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરે છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ વિરપર ગામ પાસે આવેલી જીઆઇડીસી નજીક વિરાટ હોટલ પાસેથી પસાર થઇ રહેલ સુઝુકી કંપનીના કાળા કલરના એક્સેસ મોટરસાયકલ વાળા યુવાનને રોકીને પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને વાહન કુલ મળીને 41875 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં જયદીપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલા (ઉંમર 24) રહે શક્તિ માતાજીના મંદિરની પાછળ શનાળા વાળાની ધરપકડ કરે છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરે છે.