(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3 સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરળ સ્વભાવના, નિડર અને યુવા પત્રકાર ચંદુભાઈ સુરેશભાઈ પ્રજાપતિનો જન્મદિવસ આજે હર્ષોલ્લાસ અને આનંદના માહોલમાં ઉજવાઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ચંદુભાઈ નાના-મોટા બનાવો, સામાજિક પ્રશ્નો તેમજ જનસમસ્યાઓને સમાચારના માધ્યમથી અસરકારક રીતે વાચા આપી રહ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે પોતાની નિષ્ઠા, નિષ્પક્ષતા, નિડરતા અને સમાજ પ્રત્યેની જવાબદારીના કારણે તેમણે ટૂંકા સમયમાં આગવી ઓળખ ઉભી કરી છે.
ગામ અને તાલુકાના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવાના તેમના પ્રયાસોને લોકો તરફથી સતત પ્રશંસા મળી રહી છે.
ચંદુભાઈ લોકપ્રશ્નો, સામાજિક મુદ્દાઓ, કાયદો અને વ્યવસ્થા સંબંધિત બનાવો તેમજ જનહિતના પ્રશ્નોને પોતાના સમાચાર દ્વારા સતત પ્રાથમિકતા આપે છે. તેમના જવાબદાર અને નિષ્પક્ષ પત્રકારત્વને કારણે સમાજના વિવિધ વર્ગોમાં તેમની વિશેષ ઓળખ અને વિશ્વાસ સ્થાપિત થયો છે.
જન્મદિવસના શુભ અવસરે તેમના માતા જસુબેન, પિતાશ્રી સુરેશભાઈ તેમજ ભાઈ રવિ સહિત પરિવારજનોએ ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી કે ચંદુભાઈ હંમેશા સ્વસ્થ અને નિરોગી રહે. તેમજ પત્રકારત્વ ક્ષેત્રે સતત પ્રગતિ કરીને સમાજસેવાનું કાર્ય વધુ સમર્પણ સાથે કરતા રહે.
આજે વહેલી સવારથી જ રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, વેપારીઓ, પત્રકાર મિત્રો તેમજ થાનગઢ અને આસપાસના વિસ્તારના શુભેચ્છકો દ્વારા મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા અને રૂબરૂ મુલાકાત લઈ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
આ પ્રસંગે સુરેન્દ્રનગરના ફારુકભાઈ ચૌહાણ તથા ફઝલભાઈ ચૌહાણે પણ ચંદુભાઈ પ્રજાપતિને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો અને સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી કે ચંદુભાઈ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે, સમાજહિત માટેની તેમની કલમ વધુ સશક્ત બને અને પત્રકારત્વ ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ.

