વોશિંગ્ટન ચુંટણી સમયથી જ સતત હત્યાના પ્રયાસોનો સામનો કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ કોર્સ પાસે જ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની કારમાંથી ગન પણ મળી આવી હતી.
કેલિફોર્નિયામાં પ્રમુખ ટ્રમ્પ એક કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર હતા તે પુર્વે જ આ ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ પોતાની સાથે ચોરી-છુપીથી હથિયાર લઈ જવા પ્રયાસ કરતો હતો તેવા આરોપ છે.
આ શંકાસ્પદ હુમલાખોરની ઓળખ 38 વર્ષીય જીનીન જોન ટેલે તરીકે કરવામાં આવી છે તે ગોલ્ફ કોર્સના મેદાનના વિડીયો તથા ફોટો લઈ રહ્યો હતો. જયાં ડયુટી પર રહેલા ટ્રમ્પની સુરક્ષા ટીમ તથા ફેડરલ પોલીસના અધિકારીઓએ તેની પ્રવૃતિ શંકાસ્પદ જણાતા અટકમાં લીધો હતો.
હવે એ તપાસાઈ રહ્યું છે કે, તે ટ્રમ્પ પર કોઈ હુમલાની યોજના બનાવતો હતો કે કેમ જો કે તેમાં હજું કોઈ પુરાવા મળ્યા નથી તેના પર પ્રતિબંધીક હથિયારો રાખવાનો આરોપ મુકયો છે.
જેમાં મોડીફાઈ કરેલી એઆર સ્ટાઈલ રાઈફલ, બોડી ચાર્મર હાઈ કેપેસીટી મેગેઝીન થોડા વિસ્ફોટકો અને એક વાંધાજનક લખાણો સાથેની નોટબુક પણ મળી છે તથા તેની પાસે વધુ તપાસમાં 45 કેલીબર રાઈફલ રેડીયો સિગ્નલ ડિવાઈઝ પણ કબ્જે કરાયા છે.
હવે અમેરિકી વિકી સર્વિસ તથા જોઈન્ટ ટેરેરિઝમ ટાસ્ક ફોર્સ પણ તપાસમાં જોડાઈ છે. ટ્રમ્પ કાલે આ રેચા પોલોસ વર્ડસ ગોલ્ફ કોર્સમાં રીપબ્લીકન નેશનલ કમીટીના ડિનરમાં સામેલ થવાના હતા અને તેઓ વોશિંગ્ટનથી કેલિફોર્નિયા પહોંચવા રવાના થવાના જ હતા તે સમયે આ ધરપકડ થઈ છે.

