Saturday, 11 Jul, 4.03 pm સાંજ સમાચાર

ઇન્ડિયા
ટુંકા લોકડાઉનથી હવે કોરોનાનું સંક્રમણ નહી ઘટે: 14 દિવસ જરૂરી: રાજયોને એઈમ્સ વડાની સલાહ

નવી દિલ્હી: ભારતમાં કોરોનાનું બીજો હુમલો આવી શકે છે તેવા એક માસ અગાઉ આગાહી કરી ચૂકેલા ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સના ડિરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ હવે કોરોનાનો મુકાબલો કરવામાં ટુંકા લોકડાઉનથી કોઈ સફળતા નહી મળે પણ ઓછામાં ઓછું 14 દિવસનું લોકડાઉન જરૂરી છે.

મહારાષ્ટ્ર સહિતના અનેક રાજયોએ અઠવાડીયા અને 10 દિવસના લોકડાઉન જારી કર્યા છે તેના પર ગુલેરીયાએ પ્રતિભાવ આપ્યો હતો. સ્ટેટ બેન્કની આર્થિક કોન્કલેવમાં બોલતા ગુલેરીયાએ કહ્યું કે મોટા શહેરોમાં કોરોનાના કેસ વધવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તે થોડા અઠવાડીયામાં ઓસરવા લાગશે પણ એકંદરે કોરોનાના નવા સંક્રમણ ઘટવામાં સમય લાગશે. તેઓએ કહ્યું કે, ટુંકાગાળાનું લોકડાઉનથી કોઈ ફર્ક નહી પડે અને સંક્રમણની જે ચેઈન છે તે તોડી શકાશે નહી તેવું જણાતા ઉમેર્યુ કે ઓછામાં ઓછા 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. તેઓએ કહ્યું કે લોકડાઉન ઉઠયા બાદ લોકો જે રીતે બેદરકાર બન્યા તેની આ સ્થિતિ બની છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top