Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઉના-જાફરાબાદ રૂટની સાંજે ઉપડતી એસ.ટી. બસમાં યાંત્રિક ખામી : રાત્રે મુસાફરો રઝળ્યા

ઉના-જાફરાબાદ રૂટની સાંજે ઉપડતી એસ.ટી. બસમાં યાંત્રિક ખામી : રાત્રે મુસાફરો રઝળ્યા

રાજુલા, તા.5 જાફરાબાદ બસસ્ટેશન ખાતે આવતી ઊના -જાફરાબાદ આવતી બસ ઊના ડેપો થી સાંજ ના 6 કલાકે ઉપડતી જાફરાબાદ 7:30 કલાકે પહોંચતી આ બસ છેલ્લા ઘણા સમયથી રાત્રીના 9:00 કલાકે પહોંચી રહી છે. એના કારણે વર્કશોપ માંથી નીકળતી બસ નું ટેકનિકલ રિપેરિંગ કામ કરવામાં નહીં આવતા આ બસના વઈફર બંધ હાલતમાં હોય છે. આ બસની લાઈટ પણ બંધ હાલતમાં હોય છે.

જેના કારણે ઘણી વખત ઘણા કિલોમીટર ચાલી ગયા પછી ફરી આ બસને યુટને લઈને વર્કશોપ માં લઇ જવી પડતી હોય છે. જેના કારણે કલાકો સુધી આ બસ સમયસર જાફરાબાદ ખાતે ન પહોંચતા મુસાફર જનતા હેરાનપરેશાન થઈ રહી છે.

જેના કારણે સિનિયર સિટીઝન બિમાર દર્દીઓ હોસ્પિટલના કામે ગયેલા લોકો સમયસર ઘરે ન પહોંચી શકતા કફોડી હાલત માં મુકાઇ જાય છે. આ બસ બાબતે મુસાફર માંથી જાણવા મુજબ આ બસનું ટેકનિકલ રિપેરિંગ કામ અધુરું કરતા અધવચ્ચે બસ બંધ પડી જતાં રાત્રીના સમયે મુસાફર હેરાનગતિ ભોગવવી રહ્યા છે. અને જવાબદાર ડેપો મેનેજર અને વર્કશોપ ના હેંડ મેકેનિક ની ઘોર બેદરકારીના કારણે મુસાફર જનતા અધવચ્ચે રખડીપડતી હોય છે.

તેમજ જાફરાબાદ સુધી કોઈ પણ વહાન ન મળતા ન છુટકે ફરી ઊના સુધી જવું પડી રહ્યું છે. જાફરાબાદની સંસ્થાઓ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ સંસ્થાઓ નવી બસ મુકવા માંગણી ઉઠાવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar