Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી બહાર જ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ

વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી બહાર જ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં શહેરીજનોને પીવાનો રોજ ચોખ્ખું પાણી મળી રહે તે માટે પીવાના પાણીની પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં અને વઢવાણમાં નિયમિત પાણી મળી રહે તે માટે નવી પાણીની પાઇપલાઇનનો નાખવાનો પ્રોજેક્ટ પણ અમલીકરણમાં મૂકવામાં આવ્યો છે પરંતુ હાલના તબક્કામાં જે પાઇપલાઇનનો નાખવામાં આવી છે.

તે વારંવાર ફાટી જતી હોય અને તૂટી જતી હોય જેને લઈને પાણીનો વેડફાટ થતા હોવાનું સામે આવ્યું છે. વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં પાણીની ટાંકી આવેલી છે તેની બહાર જ પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે.

વઢવાણ વાસીઓને પીવાનું પાણી મળી રહે તે માટે આ પાઇપલાઇનનો નાખવામાં આવી છે પરંતુ આ પાઇપલાઇનમાં જ પાણી લીકેજ થતું હોવાના કારણે પૂરતા ફોર્સથી વઢવાણ વાસીઓને પાણી મળતું નથી જેને લઇને ધીમું પાણી આવી રહ્યું હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.

મહાનગરપાલિકામાં આ બાબતે રજૂઆતો કરવામાં આવતા રીપેરીંગ કામ પણ હજુ હાથ ધરવામાં આવ્યું નથી જેને લઇને પાણીનો વેડફાટ સતત થઈ રહ્યો છે અને છેલ્લા 15 દિવસથી આ પાણીની પાઇપલાઇન ફાટી ગયેલી હાલતમાં છે.

જ્યાં પાણીની પાઇપલાઇનનું નેટવર્ક છે તેની ઉપરથી સીટી બસો વારંવાર પસાર કરવામાં આવતી હોવાના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ હોવાનો પણ અનુમાન મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

સીટી બસ દ્વારા જ આ પીવાના પાણીની પાઇપલાઇનનો વારંવાર તોડી નાખવામાં આવી રહી છે જેને લઇને રીપેરીંગ કામ કરવું પણ કઠિન બની રહ્યું છે ત્યારે સીટી બસ મૂકવા અંગેની યોગ્ય વ્યવસ્થા કરાવી અને પીવાના પાણીની જે પાઇપલાઇન છે તેની ઉપરથી સીટી બસો ન ચલાવવા પણ આહવાન કરવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar