વડીયા, તા.3 અમરેલી જીલ્લા ના વડિયા ખાતે થોડા દિવસ પહેલા મનસુખભાઈ સોજીત્રા નામના ખેડૂતે વાડીએ જવાના રસ્તાને બંધ કરવાની બાબત માં હેરાન પરેશાન થઇ અંતે ઝેરી દવા ગટગટાવી ને પોતાનું જીવન ટુકાવ્યું હતુ. આ દવા પીધા બાદ ખેડૂતે એક વિડીયો બનાવ્યો હતો.
અને એ વિડીયો માં બાલા સોજીત્રા અને ભાવેશ સોજીત્રા નામના બે શખ્સો ના ત્રાસથી પોતે દવા પીવા મજબુર બન્યા હોવાનુ જણાવ્યું હતુ.
આ ખેડૂતના મૃત્યુ બાદ ખેડૂતના પરીવારજનોના પોલીસ સાથેના 15 કલાકના સંઘર્ષ બાદ આ બે શખ્સો બાલા સોજીત્રા અને ભાવેશ સોજીત્રા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર થી તેઓ ફરાર હતા. દરમિયાન ગત સાંજના સમયે આ બંને શખ્સ વડિયા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા.
આ બંને શખ્સો હાજર થતા વડિયા પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. આ બાબતે વડિયાના ઇન્ચાર્જ પીઆઇ પી ડી ગોહિલનો સંપર્ક કરતા તેમણે બંને શખ્સ સામેથી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા છે હવે આગળની તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.

