રાજકોટઃ ગુજરાતમાં ફરી એક વિધાનસભા પેટાચુંટણી જાહેર થઈ છે. વડોદરાની માંજલપુર ધારાસભા બેઠક ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી ખાલી પડી હતી તેની તા.30 જુલાઈના ચુંટણી યોજાશે.
ચુંટણીપંચે આજે દેશમાં ત્રણ ધારાસભા બેઠકની પેટા ચુંટણી જાહેર કરી છે. જેમાં બિહારમાં બારાબંકી તથા મધ્યપ્રદેશમાં બેઠક પર તા.30ના રોજ ચુંટણી યોજાશે. વડોદરા સહિતની બેઠક પર તા.14 જુલાઈથી ઉમેદવારી પત્રક ભરવાનો પ્રારંભ થશે તથા તા.3 ઓગષ્ટના પરિણામ જાહેર થશે.
રાજયમાં બે માસમાં જ ધારાસભાની બીજી બેઠકની પેટા ચુંટણી યોજાઈ રહી છે. આ પુર્વે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતા ત્યાં યોજાયેલી પેટા ચુંટણીમાં તેમનો પુત્ર હર્ષદ પરમારને ભાજપે ટિકીટ આપી હતી.
જેમાં વિજેતા બન્યા હતા. હવે વડોદરા માંજલપુર બેઠક ભાજપનો ગઢ છે. શ્રી યોગેશ પટેલ 8 ટર્મથી અહી જીત મેળવી છે તેથી ભાજપમાં ટિકીટ માટે અનેક દાવેદારો બહાલ આવશે. જેમાં અગાઉ આ બેઠક પર દાવો કરનાર પુર્વ પ્રમુખ વિજય શાહ, પુર્વ મેયર નિલેષ રાઠોડ, પુર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલનો સમાવેશ થાય છે.
તો સ્વ. યોગેશ પટેલના શિવજી કી સવારી નો વારસો સંભાળનાર મયંક પટેલનું નામ ચર્ચામાં છે. તેઓ વગદાર બિલ્ડર પણ છે. હવે આગામી વર્ષના અંતેજ ધારાસભાની પેટાચુંટણી છે તેથી નવા નામમાં કાળજીપૂર્વક પસંદગી થશે. કોંગ્રેસ તથા `આપ' પણ ઝુકાવે તેવી ધારણા છે.

