Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વૈભવ સૂર્યવંશીને તત્કાળ તક આપવાની જરૂર નથી

વૈભવ સૂર્યવંશીને તત્કાળ તક આપવાની જરૂર નથી

વી દિલ્હી, તા.21 શ્રીલંકાના પૂર્વ કપ્તાન સનથ જયસૂર્યાએ ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના ખૂબ વખાણ કરતા રવિવારે તેને 'અલગ જ પ્રકારની પ્રતિભા' ગણાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે આ યુવા ખેલાડીને ભારતીય પ્લેઈંગ 11 માં સામેલ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ.

સૂર્યવંશી હાલમાં જ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની 20 આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે ભારતીય ટીમનો હિસ્સો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે ઈનિંગ્સની શઆત કરવા માટે નિયમિત જોડી સંજુ સેમસન અને અભિષેક શર્મા પર જ ભરોસો જાળવી રાખ્યો હતો.

જયસૂર્યાએ 'કોર્પોરેટ' વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કહ્યું, તે એક અલગ જ પ્રકારની પ્રતિભા છે. મને લાગે છે કે તે ભારતનું ભવિષ્ય છે. તેની પાસે ઘણો સમય છે. તેથી તેને સાં પ્રદર્શન કરવાની તક આપો અને તે ચોક્કસપણે સાં પ્રદર્શન કરશે. 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકાના સ્ટાર ખેલાડીઓમાંથી એક રહેલા જયસૂર્યાએ ઉમેર્યું કે સૂર્યવંશીમાં મળેલી તકોને ઝડપી લેવાની પૂરી ક્ષમતા છે.

તેમણે કહ્યું, તકો મળશે. તે કયા ક્રમે રમશે, તે હું કહી શકું નહીં, તે પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પરંતુ જ્યારે પણ તેને તક મળશે, તે તેને ચોક્કસ વટાવશે. તેથી રાહ જુઓ અને જુઓ. જયસૂર્યાએ પસંદગી અને બેટિંગ ક્રમ પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરતા કહ્યું, હું પસંદગી અને બેટિંગ ક્રમ પર ટિપ્પણી ન કરી શકું. મારો માનવું છે કે તે ખૂબ જ પ્રતિભાશાળી છે.

જયસૂર્યાએ આ સંદર્ભમાં આગળ કહ્યું કે અભિષેક શર્મા અને સંજુ સેમસને પણ સતત સાં પ્રદર્શન કરતા રહેવું પડશે. તેમણે કહ્યું, દરેક ખેલાડીમાં અલગ-અલગ પ્રતિભા હોય છે અને તેઓ પ્રેક્ટિસ તથા ટ્રેનિંગમાં સખત મહેનત કરે છે. ભારતમાં હંમેશાં એવા ખેલાડીઓ તૈયાર રહે છે જે તેમની જગ્યા લઈને સાં પ્રદર્શન કરી શકે છે. અહીં સ્પર્ધા ખૂબ જ વધારે છે!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar