* હળવા કમ્પોઝીટ એલપીજી સિલીન્ડરનું લોન્ચીંગ 25 મી તારીખે સાંસદ-એકટ્રેસ હેમામાલીની કરશે
મથુરા તા.24
આગામી દિવસોમાં સિલીન્ડરનું વજન ઘટી જશે. જીહા, નવો એલપીજી સિલીન્ડર વજનમાં હળવો અને દેખાવમાં સુંદર છે. ગ્રાહકોની સુવિધા માટે ગેસ કંપનીઓ કમ્પોઝીટ સિલીન્ડર લોંચ કરવા જઈ રહી છે.તે માત્ર વર્તમાન સિલીન્ડરથી હળવો જ નહિં હોય બલકે દેખાવમાં પણ આકર્ષક હશે, જેમાં સિલીન્ડરમાં પારદર્શકતાને કારણે અંદર રહેલા ગેસનાં બારામાં પણ ખબર પડી જશે.
સાત કિલો ઓછુ વજન:
લગભગ 6 દાયકાની લાંબી યાત્રા બાદ ઘરેલુ ગેસ સીલીન્ડરમાં ગેસ કંપનીઓ ફેરફાર કરીને કમ્પોઝીટ સિલીન્ડર બજારમાં લાવી રહી છે. લોખંડના સિલીન્ડરની તુલનામાં કમ્પોઝીટ સિલીન્ડર થ્રી લેયર હશે. જે બ્લો-મોલ્ડ એચડીપીઈ ઈનર લાઈનરથી બનેલું હોય છે.
ગેસ 10 કિલો હશે:
હાલનો ખાલી સિલીન્ડર 17 કિલોનો હોય છે અને ગેસ સહિત તેનું વજન 31 કિલો થઈ જાય છે. 10 કિલોના કમ્પોઝીટ સિલીન્ડરમાં 10 કિલો ગેસ હોય છે.
આ કમ્પોઝીટ ગેસ સિલીન્ડર દિલ્હી, બનારસ, અમદાવાદ, પ્રયાગરાજ, ફરીદાબાદ,ગુરૂગ્રામ, જયપુર, હૈદરાબાદ, સુરત, ચંદીગઢ, સહીત દેશનાં 28 શહેરોમાં હાલ ઉપલબ્ધ થશે.
સિલીન્ડરની યાત્રા:
22 ઓકટોબર 1965 માં કોલકાતામાં સૌથી પહેલુ ગેસ સિલીન્ડર કનેકશન આવ્યું હતું.14 કિલો (એલપીજી)નું ઘરેલુ સિલીન્ડર સૌથી પહેલા લોંચ કરવામાં આવ્યુ હતું. 19 કિલોનું કોમર્શીયલ એલપીજી ગેસ, સિલીન્ડર બાદમાં ગેસ કંપનીઓ લાવી હતી. 5 કિલોનું એલપીજી સિલીન્ડર નાના અને ગ્રામીણ ગ્રાહકો માટે છે.

