વાંકાનેર: સતત વરસાદને કારણે સિંધાવદર પુલ ઉપર પાણી ફરી વળતાં વાંકાનેર-રાજકોટ મર્ણ થોડા સમય માટે બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. આ અંગેની જાણ થતા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તાત્કાલીક સ્થળ પર પહોંચી અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
પાણીનું સ્તર ઘટતાં તંત્ર સાથે સંકલન કરી માર્ગ ઝડપથી વાહનવ્યવહાર માટે ફરી શરૂ કરાવવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ વરસાદી સંજોગોમાં ધારાસભ્યની ત્વરિત કામગીરી અને તંત્ર સાથેના સંકલનની પ્રશંસા કરી હતી. (તસ્વીર અને અહેવાલ: લિતેશ ચંદારાણા, વાંકાનેર)

