Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાંકાનેરમાં સીટી પોલીસ અને સેવાભાવીઓ દ્વારા સેવાકાર્ય

વાંકાનેરમાં સીટી પોલીસ અને સેવાભાવીઓ દ્વારા સેવાકાર્ય

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.4

વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારમાં સતત વરસતા વરસાદ વચ્ચે સીટી પોલીસ અને સ્થાનિક સેવાભાવીઓએ માનવતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે.
સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભોજરાજસિંહ ઝાલા, રેશ્માબેન સૈયદ તથા ભાવેશભાઈ ગરચર દ્વારા નીચાણવાળા અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોંચીને અનેક પરિવારોને થેપલા, કેક સહિત ખાદ્યપદાર્થોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સતત વરસાદને કારણે જયાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની હતી, ત્યાં આ ટીમે જાતે જોખમગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે સેવાભાવ સાથે કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

વરસાદી આપતિના સમયમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની જ નહીં, પરંતુ સમાજની સુરક્ષા અને માનવસેવાની જવાબદારી પણ નિભાવી રહી છે. વાંકાનેર સીટી પોલીસ અને સેવાભાવીઓની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar