(જીગ્નેશ દ્વારા) મોરબી તા. 7 મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેરના દલડી ગામની સીમમાં આવેલ કોલીટી મીનરલ્સના નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સમરિયા જોગડીયાભાઈ નીનામા (41) ની 17 વર્ષની દીકરી શિવાનીબેન નીનામાએ પોતાની જાતે ઓરડીની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવની મૃતક સગીરાના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.
વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક શિવાનીબેનને તેની નાના બહેન સાથે વાસણ ધોવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે શિવાનીને માઠું લાગતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે તપાસ હાથ કરી છે.
મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ ઓરટોન બાથવેર એલએલપી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા છોટુ બર્જલાલ મૌર્ય (21) નામના યુવાને લેબર કવાર્ટરમાં કોઈપણ કારણોસર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું તાલુકા પોલીસે યુવાને ક્યાં કારણોસર અપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

