(તસ્વીર : મિલન ઠકરાર-વેરાવળ) વેરાવળ, તા. 2 ઉનાળાની કાળઝાળ ગરમીમા રાહદારીઓ, શ્રમિકો તેમજ શહેરમાં બહારગામથી આવતા જતા વિવિધ વર્ગના લોકોને પીવાના ઠંડા પાણીની સુવિધા મળી રહે તે હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ ના નિર્દેશ મુજબ દરેક જિલ્લા અને તાલુકામાં જલધારા પ્રોજેક્ટ હેઠળ પાણીની પરબ શરૂ કરવામાં આવી રહેલ જેના અનુસંધાને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા વેરાવળ ખાતે એસ.ટી.બસ સ્ટેશન પાસે અને સટ્ટા બજાર, મફતલાલ શો રૂમ સામે જલધારા ના બે પરબ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે રેડ ક્રોસ ના મેનેજિંગ કમિટીના સભ્યો માં ચેરમેન અતુલભાઇ કાનાબાર, ફાઉન્ડર અને ચેરમેન એમિરેટ્સ કિરીટભાઇ ઉનડકટ, પૂર્વ સેક્રેટરી સેવારામ મુલચંદાની, સેક્રેટરી ગિરીશભાઇ ઠક્કર, ટ્રેઝરર સમીરભાઇ ચંદ્રાણી, વિમલભાઇ ગજ્જર, મહેશભાઈ શાહ, ચંદ્રેશભાઇ અઢિયા, ઓફિસર રાધાકિસન પમનાણી તથા વેરાવળ નગર પાલિકામાં વિજેતા બનેલા નગરસેવકો માં ઉદયભાઈ શાહ, સંજયભાઈ દાવડા, વિશાલભાઇ સહીતના વેપારીઓ ઉપસ્થિત રહેલ હતા. જલધારા પ્રોજેક્ટની પૂર્વ તૈયારી જોઇન્ટ સેક્રેટરી અનીશભાઇ રાચ્છ એ સભ્યોને સાથે રાખી કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

