જેરૂસલામ, તા.2 ફ્લાઇ દુબઇના વિમાનમાં ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છર પર હુમલો કરીને વિમાનને ક્રેશ કરવાના કથિત ષડયંત્ર મામલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કાળઝાળ બન્યા છે. આ ઘટનામાં ઇરાનનો હાથ હોવાનું ખુલે તો ભયાનક અંજામ આવવાની ચેતવણી આપી છે.
દુનિયાભરમાં ખળભળાટ સર્જનાર અને ભારતીય પાયલોટની બહાદુરીને વિશ્વભરના નેતાઓએ વખાણી છે. તે ઘટનાક્રમ વિશે ટ્રમ્પે કહ્યું કે સમગ્ર બનાવની તપાસ ચાલી રહી છે.
આ કથિત ષડયંત્રમાં ઇરાનની સંડોવણી સાબીત થવાના સંજોગોમાં ઇરાનને ગંભીર પરિણામ ભોગવવા પડશે. ઇરાન પણ આ હકીકતથી વાકેફ જ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઇરાન વચ્ચે ભીષણ યુધ્ધ સંકટ ચાલી જ રહ્યું છે. કેટલાંક દિવસોથી હુમલા અટક્યા હોવા છતાં બન્ને દેશોના સંબંધોમાં તનાવ જ છે. સમાધાન શક્ય બનતું ન હોવાથી વિશ્વના શ્વાસ અધ્ધર છે.

