સલાયા,તા.4 સલાયા ગામમાં મુખ્ય બજાર શાક માર્કેટ પાસે સલાયા ગૌશાળા પાંજરાપોળની એક જગ્યા જેમાં મકાન હતું એ ઘણા વર્ષોથી સલાયાના રઘુવંશી સ્વ.લક્ષ્મીદાસ રામજીભાઈ વિઠલાણી પાસે હતું. અને તે એ મકાનમાં રહેતા હતા.અને એમની પાસે એમનો વર્ષોથી કબજો હતો.
થોડા સમય પહેલા એમના અવસાન બાદ એમના પરિવારના જ્યોતિબેન નરેન્દ્રભાઇ વિઠલાણી દ્વારા આ એમના પિતાનું મકાન જે સલાયા ગૌ શાળા પાંજરાપોળનું હતું.
આ મકાન પાંજરાપોળના ટ્રસ્ટી કિશોરભાઈ તન્ના,દિનેશભાઈ દત્તાણી,પરેશભાઈ કાનાણી,દીપકભાઈ કાનાણી તેમજ આગેવાનોની હાજરીમાં એ પણ કોઇ જાતની કિંમત કે અપેક્ષા વગર વિનામુલ્યે સોંપી આપેલ છે. આ સારા કાર્ય બદલ તમામ ટ્રસ્ટીઓ અને સલાયાવાસીઓએ એમને આ કાર્ય બદલ શુભેક્ષાઓ આપી હતી.

