Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઝાલાવાડમાં છેલ્લા દસ વર્ષથી બીપીએલ કાર્ડ ન નીકળતા વૃધ્ધો સરકારી યોજનાના લાભથી વંચિત

ઝાલાવાડમાં છેલ્લા દસ વર્ષથી બીપીએલ કાર્ડ ન નીકળતા વૃધ્ધો સરકારી યોજનાના લાભથી વંચિત

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.7

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી બીપીએલ કાર્ડ નીકળી રહ્યા નથી જેને લઈને તેની અસર સીધી શહેરીજનો ઉપર પડી રહી છે સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાત રાજ્યમાં પછાત તરીકેની ગણતરી ધરાવતો જિલ્લો છે,

ત્યારે આ જિલ્લાઓના લોકોને બીપીએલ કાર્ડના લાભ મળે તે જરૂરી છે પરંતુ તંત્ર અને સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ બીપીએલના કાર્ડ કાઢી આપવામાં આવ્યા નથી જેને લઈને અરજદારોને જે લાભો મળવા જોઈએ તે મળી રહ્યા નથી કારણકે બીપીએલ કાર્ડ ન હોવાના કારણે સરકારી યોજનાઓના લાભો પણ નથી મળી રહ્યા પહેલા નગરપાલિકા તેમજ કલેકટર ઓફિસમાંથી બીપીએલના કાર્ડ અને દાખલાઓ કાઢી આપવામાં આવતા હતા પરંતુ છેલ્લા દસ વર્ષથી આ યોજના બંધ કરી દેવામાં આવી છે જેને લઈને અરજદારોને પણ હાલાકીમાં મુકાવવું પડી રહ્યું છે.

ત્યારે આ અંગે સુરેન્દ્રનગરમાં બીપીએલ કાર્ડ ન નીકળતા હોવાના કારણે વૃદ્ધોને સૌથી મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે બીપીએલનું કાર્ડ ન હોવાના કારણે વૃદ્ધ સહાય યોજના ના ફોર્મ ભરી શકાતા નથી એક બાજુ સરકાર દ્વારા આ યોજના થકી વૃદ્ધ પોતાનું જીવન ધોરણ ચલાવી શકે તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે.

પરંતુ વૃદ્ધ સહાયનું જ્યારે ફોર્મ ભરવા વૃદ્ધો જાય ત્યારે તેમની પાસેથી ફરજિયાત બીપીએલનું કાર્ડ માંગવામાં આવે છે અને આ કાર્ડ જો ન હોય તો વૃદ્ધો પોતે વૃદ્ધ સહાય અંગેનું ફોર્મ ભરી શકતા નથી જેને લઇને વૃદ્ધોને સરકાર દ્વારા આપવામાં આવતી વૃદ્ધ પેન્શન યોજના અને વૃદ્ધ સહાય યોજના મળી શકતી નથી પરિણામે એક પ્રત્યેક વૃદ્ધને એક મહિને 1 હજાર થી વધુ રકમનું નુકસાન થાય છે અને સરકારી યોજના નું લાભ પણ નથી મળતો.

ત્યારે હવે સુરેન્દ્રનગર મહાનગર બન્યું છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ જો ભારે તો બીપીએલ કાર્ડ કાઢવા અથવા દાખલા કાઢવાની પ્રક્રિયા હાથ ધરી શકે ત્યારે હવે વૃદ્ધોએ પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર મહાનગરપાલિકાના અધિકારીઓ અને સરકાર પાસે માંગણી મૂકી છે કે બીપીએલ કાર્ડ અથવા તો તેના દાખલાઓ કાઢી આપવાની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ કરવામાં આવે જેથી હજારો વૃદ્ધોને જે પેન્શન નથી મળતું તે પેન્શન નો લાભ મળે અને ખરેખર સરકારની યોજના ઘર સુધી પહોંચાડી શકાય.

બીપીએલ કાર્ડ ના હોવાના કારણે નીચેની યોજનાનો લાભ લોકો લઈ શકતા નથી
- સસ્તા અનાજમાં બીપીએલ કાર્ડ હોય તો વધુ અનાજ આવે છે પરંતુ દસ વર્ષથી બીપીએલ કાર્ડ બંધ છે જેને લઇને પૂરતું અનાજ સુરેન્દ્રનગર વાસીઓને નથી મળતું
- આરટીઇ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરાય ત્યારે 25% બીપીએલ કાર્ડ ધારકો માટે અનામત રાખવામાં આવતી હોય છે ત્યારે તેનો પણ લાભ સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓને નથી મળતો
- બીપીએલ કાર્ડ હોય તો મફત પ્લોટ યોજના સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી છે પણ આ કાર્ડ ન નીકળતા હોવાના કારણે આ યોજનાનો લાભ પણ નથી મળતો
- આ ઉપરાંત વૃદ્ધ સહાય યોજનામાં પણ ફોર્મ ભરતા સમયે બીપીએલ કાર્ડ જરૂરી છે પણ નથી નીકળી રહ્યા એટલે હજારો વૃદ્ધો છેલ્લા 10 વર્ષથી પેન્શન માટે ધક્કા ખાય છે.
- આવાસ યોજનામાં પણ લાભ લેવો હોય તો બીપીએલ કાર્ડ જરૂરી છે પણ બીપીએલ કાર્ડ ન હોવાના કારણે આ યોજનાના લાભ પણ નથી મળતા.

છેલ્લા 10 વર્ષ થી ધક્કા ખાય છીએ પણ કાર્ડ નથી તો સહાય નથી મળતી - વિજય ચૌહાણ વૃદ્ધ સહાય માટે ધક્કા ખાતા અરજદાર
છેલ્લા દસ વર્ષથી બીપીએલ કાર્ડ કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કાર્ડ ન નીકળતા હોવાના કારણે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ નથી મળતો જેને લઇને અમારૂ જીવન ધોરણ ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે તેવું અરજદાર વિજયભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ત્યારે દસ વર્ષમાં ધક્કા ખાઈ અને હવે થાક્યા છીએ ત્યારે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં બીપીએલ કાર્ડ શરૂ કરવામાં આવે અને આ યોજના થકી હજારો વૃદ્ધોને પેન્શન મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ છે.

સરકારે 10 વર્ષ થી ઇઙક કાર્ડ બંધ કરી નાખ્યા છે BPL કાર્ડ કાઢવાનો નિર્ણય સરકારના હાથ નો-રામાનુજભાઈ મહાનગરપાલિકા BPL યોજના વિભાગ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવેલ બીપીએલ કાર્ડ અને વૃદ્ધ પેન્શન યોજના ના મુખ્ય અધિકારી રામાનુજ ભાઈ સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારનો નિર્ણય છે અને છેલ્લા દસ વર્ષથી આ યોજના બંધ કરી નાખવામાં આવી છે.

બીપીએલ કાર્ડ કાઢી આપવામાં આવતા નથી એટલે અરજદારો પણ હેરાન થઈ રહ્યા છે સરકાર ધારે તો આ કાર્ડ શરૂ કરાવી શકે છે હાલમાં બીપીએલ દાખલા પણ નથી નીકળી રહ્યા ત્યારે આ બાબતે પણ સરકાર વિચારી અને નવી આવેલી બોડી ઠરાવ કરે તો આ દાખલા કાઢી શકાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar