(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજલોસ ઘટાડવા માટે કંપની વર્તુળ કચેરી દ્વારા વ્યાપક પણે વીજચોરી પકડવાની ઝુંબેશ હાથ ધરીને છેલ્લા એક વર્ષમાં 10,276 વીજ કનેક્શનોમાંથી વીજળી ઝડપી લઈને વીજચોરી કરનાર તત્વોને રૂપિયા 3,797.86 લાખનો દંડ ફટકારવામાં આવેલ હોવાનું જાણવા મળે છે આ કામગીરીથી બીજ ક્રોસમાં પાંચ ટકા જેટલો ઘટાડો થયેલ છે
વધુ જાણવા મળતી વિગત મુજબ આ કાર્યવાહીમાં ઘર વપરાશના 9,095 વીજ કનેક્શનોમાં ગેરરીતી સબબ 2737.32 લાખનો દંડ,વાણિજ્ય હેતુના 342 કનેક્શનોમાં ગેરરીતી સબબ 791.20 લાખનો દંડ, ઔદ્યોગિક હેતુના 578 કનેક્શનોમાં ગેરરીતી સબબ 176.37 લાખનો દંડ તેમજ ખેતીવાડીના 261 કનેક્શનોમાં ગેરરીતી સબબ 92.97 લાખનો ડોન ફટકારવવામાં આવેલો હતો.
પ.ગુ. વીજ કંપની દ્વારા હાથ ધરાયેલી ચોરી પકડવાની વિગત એવી છે કે,વર્ષોથી વીજચોરી થતી હતી તેવા માથાભારે શખ્સો બાર કામોમાં પહેલીવાર જિલ્લા પોલીસવડા અને પોલીસ કાફલાને સાથે રાખીને વીજ ચેકિંગ કરવામાં આવેલ હતું આ સ્પેશિયલ વિજલન્સ ડ્રાઈવમાં બાર ગામોના 541 વીજ કનેક્શનોમાં ગેરરીતી સબબ રૂપિયા 723.86 લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો.
આ બાર ગામોમાં સુદામડા, જાજાવડલા, થાન (જામવાડી), ગેડિયા, ખેરવા, ઝેઝરી, સમલા,ખંભલાવ, લાખાવાડ ,નોલી ,શોખા અને રામપરાનો સમાવેશ થાય છે. ચોરી સામે આ ઝુંબેશથી પ.ગુ.વીજ કંપનીને જિલ્લામાં વીજલોસ ઘટાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે માર્ચ 2024 માં 23.09 હતો તે હાલ ઘટીને 18.42 થઈ ગયો છે પાંચ ટકા જેટલો વીજલોસ ઘટ્યો હોવાનું જાણવા મળે છે.
જિલ્લામાં વ્યાપક પણે વીજ ચોરી ઝડપાતા હાલ વીજલોસ પાંચ ટકા જેટલો ઘટ્યો છે સામાન્ય ગ્રાહકો વીજ વપરાશ છુપાવવાને બદલે પૂરેપૂરો વીજ વપરાશ જાહેર કરે તો પૂરતી કેપેસિટીના ટી.સી. મૂકીને વોલ્ટેજ સહિત સમસ્યાઓ દૂર કરી શકીએ તેમ છે.

