Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
૩૫ હજારથી વધારે ગુજરાતીઓએ અમેરિકાથી પરત ફરવું પડશે!

૩૫ હજારથી વધારે ગુજરાતીઓએ અમેરિકાથી પરત ફરવું પડશે!

Sanjog News 8 hrs ago

મેરિકાની યુએસસીઆઇએસના ૨૨ મે ૨૦૨૬ના નવા નિયમો અનુસાર, ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકામાં રહેતા લોકોએ અમેરિકા છોડીને પોતાના દેશમાં પરત આવીને અમેરિકી દૂતાવાસ (એમ્બેસી) દ્વારા અરજી કરવી પડશે. ગ્રીન કાર્ડને લઈને શું નવો નિયમ બનાવાયો - અમેરિકાની યુએસસીઆઇએસના ૨૨ મે ૨૦૨૬ના નવા નિયમો અનુસાર, ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકામાં રહેતા લોકોએ અમેરિકા છોડીને પોતાના દેશમાં પરત આવીને અમેરિકી દૂતાવાસ (એમ્બેસી) દ્વારા અરજી કરવી પડશે.

એટલે કે જે લોકો ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માંગે છે, તેઓએ પહેલાં પોતાના દેશમાં પરત ફરવું પડશે અને પછી જ આ અરજી થઈ શકશે.
આ નવા નિયમ બાદ આશરે ૩૫૦૦૦થી વધારે ગુજરાતીઓ ૬થી ૧૨ મહિનામાં પરત આવી શકે છે, તેવો એક અખબારે દાવો કર્યો છે. આ ૩૫ હજાર ગુજરાતીઓનો આંકડો મુખ્યત્વે એચ-૧બી,એલ ૧ અને અન્ય વર્ક વિઝા પર અમેરિકામાં કામ કરતા ગુજરાતીઓ પર વધુ લાગુ પડી રહ્યો છે. અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા વર્ષોથી ચાલુ છે. એચ ૧બી, એલ-૧,ઇબી-૨ અને ઈબી-૩ જેવા વિઝા પર કામ કરતા ગુજરાતીઓ અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓમાં મેનેજર અને ટેકનીકલ પોઝિશન પર કાર્યરત છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને વલસાડ જેવા શહેરોના આ લોકો અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે અને ગ્રીન કાર્ડની રાહ જાઈ રહ્યા છે.
પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસનના નવા આદેશે આ પરિસ્થીતિને વધુ જટિલ બનાવી દીધી છે. નવા નિયમ બાદ હવે તેમના પરત આવવાથી તેમનું ફરી અહીં સેટ થઈને અરજી કરવી વધુ કપરી સાબિત થશે. કારણ કે ગ્રીન કાર્ડની અરજીની પ્રક્રિયા એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, આ એક ખૂબ જ લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા છે. તેઓએ વતન પરત ફરીને અમેરિકી દૂતાવાસ (એમ્બેસી) દ્વારા અરજી કરવી પડશે અને ત્યાં જ રાહ જાવી પડશે. અત્યાર સુધી અમેરિકામાં રહેતા કેટલાય લોકો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ દ્વારા અમેરિકાની અંદર રહીને જ ગ્રીન કાર્ડ હાસિલ કરી શકતા હતા. પરંતુ ટ્રમ્પ પ્રશાસને આ નિયમ પર બ્રેક લગાવી દીધી છે.
એક અખબારના દાવા મુજબ, અમેરિકામાં ટેક્નોલોજી, આઈટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર ક્ષેત્રે કામ કરતા ગુજરાતીઓ ઈબી-૨ અને ઈમ્-૩ કેટેગરીમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે. આ લોકોમાં ઘણા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના છે. તેઓ પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા, પરંતુ હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે પરત આવી શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News