Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદમાં સીએસસી આઇડી હેક કરી રૂ. ૭૧.૭૯ લાખની છેતરપિંડી, વેપારીને મોટો ફટકો

અમદાવાદમાં સીએસસી આઇડી હેક કરી રૂ. ૭૧.૭૯ લાખની છેતરપિંડી, વેપારીને મોટો ફટકો

Sanjog News 1 week ago

હેરના નારોલ વિસ્તારમાં સાયબર ક્રાઇમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાડીના સ્પેરપાર્ટ્‌સના વેપારી અને સાઇડ બિઝનેસ તરીકે રેલવે-બસ ટિકિટ બુકિંગનું કામ કરતા વેપારીની સીએસસી આઇડી હેક કરીને રૂ. ૭૧.૭૯ લાખના બિનઅધિકૃત મોબાઇલ રિચાર્જ ટ્રાન્ઝેક્શન કરી અજાણ્યા શખ્સોએ મોટી છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લાંભા વિસ્તારમાં રહેતા વેપારી ગાડીના સ્પેરપાર્ટ્‌સનો વ્યવસાય કરે છે. તેઓ વર્ષ ૨૦૨૫થી પોતાના સીએસસી આઇડી મારફતે રેલવે અને બસ ટિકિટ બુકિંગની સેવા પણ આપતા હતા. જાકે વર્ષ ૨૦૨૬માં તેમણે આ વ્યવસાય બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ તેમને તેમના CSC એકાઉન્ટમાં મોટી રકમના શંકાસ્પદ વ્યવહારો થયાની જાણ થતાં તપાસ કરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, અજાણ્યા સાયબર ઠગે વેપારીની સીએસસી આઇડી હેક કરી તેમાં પોતાનો મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડી રજિસ્ટર કરી દીધા હતા. ત્યારબાદ હેકરે આ આઇડીનો ગેરકાયદેસર ઉપયોગ કરીને વિવિધ મોબાઇલ નંબરો પર કુલ રૂ. ૭૧.૭૯ લાખના મોબાઇલ રિચાર્જ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. ફ્રોડની જાણ થતાં વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે નારોલ પોલીસે અજાણ્યા સાયબર ઠગ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ટ્રાન્ઝેક્શનની વિગતો, ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબર, ઈ-મેઇલ અને ટેકનીકલ પુરાવાના આધારે આરોપીને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા કેસોમાં સમયાંતરે એકાઉન્ટનો પાસવર્ડ બદલવો જોઈએ. ટુ-ફેક્ટર ઓથેન્ટીકેશન સક્રિય રાખવું અને લાંબા સમયથી ઉપયોગમાં ન હોય તેવા એકાઉન્ટ્‌સ નિયમિત તપાસવા જરૂરી છે અને ન કામના એકાઉન્ટ રાખવાનું ટોળો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News