Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલી નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

અમરેલી નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

Sanjog News 3 weeks ago

ગામી ૧૫ ઓગસ્ટે અમરેલી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અનુલક્ષીને અમરેલી નગરપાલિકા દ્વારા શહેરવ્યાપી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝુંબેશ અંતર્ગત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન રોડ અને આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. જાહેર સ્થળોએથી કચરો દૂર કરી રસ્તાઓને સ્વચ્છ બનાવાયા હતા. શહેરને સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

નગરજનોને સ્વચ્છતા જાળવવા અને નગરપાલિકાને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News