Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલી સિટીમાં બે જગ્યાએથી ૧૧ અને રાજુલામાંથી ૩ જુગારી ઝબ્બે

અમરેલી સિટીમાં બે જગ્યાએથી ૧૧ અને રાજુલામાંથી ૩ જુગારી ઝબ્બે

Sanjog News 3 months ago

અમરેલી સિટીમાં બે જગ્યાએથી ૧૧ અને રાજુલામાંથી ૩ મળી કુલ ૧૪ જુગારીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી કુલ રૂ. ૪૬,૧૧૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અમરેલીમાં જગુ પુલ પાસે વરૂડી ગામ જવાના રોડ પરથી સંજયભાઈ હરિભાઈ ગોહિલ, વિજયભાઈ અરવિંદભાઈ મકવાણા તથા બિપીનભાઈ હિંમતભાઈ વસાવડા જાહેર જગ્યામાં પૈસા-પાના વડે હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ.

૨૪,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.અમરેલીમાં હનુમાનપરા રોડ પર, ગુણાતીતનગર સોસાયટી પાછળ ખુલ્લામાં જાહેરમાં જુગાર રમતા સૈયરાજભાઈ ઉર્ફે સયલુભાઈ લખુભાઈ વાળા, ઉમેદભાઈ જગુભાઈ ધાધલ, જયેશભાઈ જયંતીભાઈ સખેસરીયા, સુરેશભાઈ બચુભાઈ ચિત્રોડા,
ભીમભાઈ હરસુરભાઈ તીતોસા, મહેન્દ્રભાઈ ભીખુભાઈ ડાંગર, જીતેન્દ્રભાઈ કાનજીભાઈ ચૌહાણ તથા મહેશભાઈ વલકુભાઈ વાળા રોકડ રકમ રૂ. ૧૭,૦૨૦ સાથે પકડાયા હતા.જ્યારે રાજુલામાંથી બહાદુર કાદરશા કનોજીયા, કિશોરભાઈ ભાણાભાઈ પરમાર તથા અરવિંદભાઈ બાબુભાઈ સાંખટ તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૪,૩૯૦ સાથે રેડ દરમિયાન ઝડપાયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News