Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીમાં આગામી ગુરૂવારે પ્રથમ વખત "મોદક સ્પર્ધા" યોજાશે

અમરેલીમાં આગામી ગુરૂવારે પ્રથમ વખત "મોદક સ્પર્ધા" યોજાશે

Sanjog News 10 hrs ago

સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા ગણેશ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત અમરેલી શહેરમાં સૌપ્રથમ વખત ચુરમાના લાડુ ખાવાની અનોખી "મોદક સ્પર્ધા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬, ગુરુવારે રાત્રે ૮ઃ૦૦ કલાકે ફોરવર્ડ સર્કલ સ્થિત સિનિયર સિટિઝન પાર્ક ખાતે યોજાશે. આ સ્પર્ધામાંથી "અમરેલીના મોદક કિંગ"ની પસંદગી કરવામાં આવશે.

સ્પર્ધકોએ તા. ૨૨ સપ્ટેમ્બર સુધીમાં નામ નોંધાવવાનું રહેશે. નોંધણી મર્યાદિત સંખ્યામાં જ સ્વીકારાશે. પ્રથમ ક્રમે આવનારને રૂ.

૫૧૦૦, દ્વિતીયને રૂ. ૩૧૦૦ અને તૃતીયને રૂ. ૨૧૦૦ આપવામાં આવશે તથા તમામ સ્પર્ધકોનું સન્માન કરાશે. વધુ માહિતી માટે દિલીપસિંહ ઠાકુર (૭૦૧૬૮ ૯૩૦૪૫), નિખિલ આસર (૯૯૦૯૩૬૩૩૩૬), સાગર ગોડિયા (૮૯૮૦૧ ૩૬૫૩૦), પ્રશાંત પરમાર (૯૭૧૪૦ ૮૬૯૦૨), અજય રાઠોડ (૭૪૦૫૨ ૫૩૯૧૯) અને હિતેષ સેજુનો (૯૩૭૭૫ ૨૬૯૨૭) સંપર્ક કરી શકાય છે. આયોજકોએ અમરેલીવાસીઓને ગણેશ મહોત્સવની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News