Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીના સરંભડા ગામે સુવિધાપથનું લોકાર્પણ

અમરેલીના સરંભડા ગામે સુવિધાપથનું લોકાર્પણ

Sanjog News 2 weeks ago

મરેલી જિલ્લાના સરંભડા ગામ ખાતે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સતાધારના મહંત વિજયબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ અંદાજે રૂ.૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા સુવિધા પથનું લોકાર્પણ કર્યું હતું.

આ માર્ગ ગ્રામજનોને સમર્પિત કરવામાં આવ્યો હતો. નવા સુવિધા પથના નિર્માણથી ગામના લોકો માટે અવરજવર વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનશે. સાથે જ ગામના વિકાસને નવી દિશા મળશે અને દૈનિક જીવનમાં પણ તેનો સીધો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.ત્યારબાદ સરંભડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણનો સંદેશ આપ્યો હતો.

તેમણે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન કરવા સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે શાળા પરિસરમાં નિર્માણ પામનાર પુરસંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ દિવાલ બન્યા બાદ શાળાના પરિસરની સુરક્ષા વધુ મજબૂત બનશે તેમજ વરસાદી પાણીથી થનારી સંભવિત નુકસાની સામે પણ રક્ષણ મળશે.કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ પામેલા ગામના ભવ્ય પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામની ઓળખને નવી ઓળખ આપતું અને સૌંદર્યમાં વધારો કરતું આ પ્રવેશદ્વાર સ્થાનિકો માટે ગૌરવનું પ્રતિક બનશે.

દાતાશ્રીઓના સહયોગથી થયેલા આ કાર્યની પણ પ્રસંશા કરવામાં આવી હતી.રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંઓમાં પાયાની સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબધ્ધ છે. માર્ગ, શિક્ષણ, સુરક્ષા અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સતત વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિકાસ કાર્યોમાં જનભાગીદારી અને દાતાશ્રીઓનો સહયોગ ગામોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. તેમણે ગ્રામજનોને વિકાસ સાથે પર્યાવરણ પ્રત્યે પણ જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય આશિષભાઈ અકબરી, મોટાભાઈ સંવટ, દલસુખભાઈ દુધાત, મુકેશભાઈ હરખાણી, આશિષભાઈ હરખાણી, શાળાના આચાર્ય દિગંત ઉપાધ્યાય સહિત ગામના આગેવાનો, ગ્રામજનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિકાસ અને જનસહભાગિતાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News