Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીની હોસ્પિટલમાંથી નેત્રદાન મેળવી બે દ્રષ્ટિહીન વ્યક્તિઓનું જીવન રોશન કરાયું

અમરેલીની હોસ્પિટલમાંથી નેત્રદાન મેળવી બે દ્રષ્ટિહીન વ્યક્તિઓનું જીવન રોશન કરાયું

Sanjog News 1 week ago

ત્યારે ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ચક્ષુદાન સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ ખાતે માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. તાજેતરમાં દામજીભાઈ દેવજીભાઈ વ્યાસનું અવસાન થતાં તેમના પરિવારજનોએ તેમનું નેત્રદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ સંવેદનશીલ નિર્ણયને અમલમાં મૂકવા માટે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડા.

પંડ્‌યાએ ત્વરિત સજગતા દાખવીને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જરૂરી કાનૂની અને તબીબી પ્રક્રિયા પૂર્ણ કરીને સફળતાપૂર્વક ચક્ષુદાન મેળવવામાં આવ્યું હતું. આ સમગ્ર ચક્ષુદાન પ્રક્રિયાને સુચારૂરૂપે પૂર્ણ કરાવવામાં ઈલાબેન વાઢેર તેમજ ડા. હરેશભાઈ યાદવનો સંપૂર્ણ સહયોગ સાંપડ્‌યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News