Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભુગર્ભ ગટરની સફાઈ મામલે બગસરા પાલિકા પ્રમુખ-કામદારોના સામસામા આક્ષેપો

ભુગર્ભ ગટરની સફાઈ મામલે બગસરા પાલિકા પ્રમુખ-કામદારોના સામસામા આક્ષેપો

Sanjog News 1 week ago

ગસરા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન સફાઈ કામદારોને જીવના જોખમે ગટરમાં ઉતારવામાં આવ્યા હોવાના આક્ષેપોને લઈને વિવાદ સર્જાયો છે. દેશમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં ગટરની સફાઈ માટે કામદારોને અંદર ઉતારવામાં આવતા હોવાની ફરિયાદ કામદારો દ્વારા કરવામાં આવી છે. કામદારોના જણાવ્યા મુજબ આ કામગીરી તેમના જીવન માટે જોખમી હોવા છતાં તેમને ગટરમાં ઉતરવા માટે મજબૂર કરવામાં આવે છે, જે કાયદાના ભંગ સાથે માનવ અધિકારોનું ઉલ્લંઘન પણ ગણાય છે.

બીજી તરફ બગસરા નગરપાલિકાના પ્રમુખ નીરવ ગોંડલીયાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા કોઈ કામદારને ગટરમાં ઉતરવા માટે દબાણ કરવામાં આવ્યું નથી અને જે કામદારો સફાઈ માટે અંદર ઉતર્યા હતા તે તેમની સ્વૈચ્છિક ઇચ્છાથી ઉતર્યા હતા. કામદારો અને પાલિકા પ્રમુખના વિરોધાભાસી દાવાઓને કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મામલે તપાસ થાય છે કે નહીં અને કામદારોની સુરક્ષા માટે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News