ભૂલથી એસિડ પીનારી બાબરકોટ ગામની પરિણીતાનું સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે વડેરા ગામે રહેતા જીવાભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, દયાબેન ભરતભાઈ મકવાણા (ઉ.વ.૨૨)એ પોતાના સાસરીયામાં ઘરકામ કરતી વખતે ઉતાવળમાં ભૂલથી શરબતના બદલે પાણીયારે રાખેલી એસિડની બોટલમાંથી એસિડ પી લેતા લાંબી સારવાર બાદ મોત થયું હતું.

