Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બિલકિસ બાનો કેસના દોષિત રાધેશ્યામ શાહને ૭ દિવસની પેરોલ

બિલકિસ બાનો કેસના દોષિત રાધેશ્યામ શાહને ૭ દિવસની પેરોલ

Sanjog News 10 hrs ago

૨૦૦૨ના બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ૧૧ દોષિતોમાંના એક રાધેશ્યામ ભગવાનદાસ શાહને ગુજરાત હાઇકોર્ટે ૭ દિવસની પેરોલ મંજૂર કરી છે. રાધેશ્યામ શાહ તરફથી અરજદારના વકીલ કે.ડી. પરમાર હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન કે.ડી. પરમારે કોર્ટને જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને પરિવારની આર્થિક બાબતોમાં મદદ કરવા માટે રાધેશ્યામ શાહને પેરોલની જરૂર છે.વકીલે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે, શાહને અગાઉ ડિસેમ્બર ૨૦૨૫માં પેરોલ આપવામાં આવી હતી.

કોર્ટે અરજીમાં કરવામાં આવેલી રજૂઆતો તેમજ જેલ સત્તાવાળાઓ તરફથી રજૂ કરવામાં આવેલા અભિપ્રાયને ધ્યાનમાં લીધા બાદ પેરોલ આપવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટિસ સંજીવ જે. ઠાકરની કોર્ટે આદેશમાં જણાવ્યું કે, અરજીમાં દર્શાવવામાં આવેલા કારણો અને જેલ સત્તાવાળાઓના અભિપ્રાયને ધ્યાનમાં લેતાં અરજદારની તરફેણમાં વિવેકાધિકારનો ઉપયોગ કરવો યોગ્ય જણાય છે.
કોર્ટના આદેશ મુજબ રાધેશ્યામ શાહને વાસ્તવિક મુક્તિની તારીખથી ૭ દિવસ માટે પેરોલ આપવામાં આવશે. આ માટે તેમણે સંબંધિત જેલ સત્તાવાળાની સંતોષ મુજબ ૧૦ હજાર રૂપિયાનો વ્યક્તિગત બોન્ડ આપવાનો રહેશે. પેરોલનો સમયગાળો પૂર્ણ થતાં તેમણે તાત્કાલિક જેલ સત્તાવાળાઓ સમક્ષ પરત હાજર થવાનું રહેશે. આ ઉપરાંત પેરોલ દરમિયાન શાહે મુક્તિના ત્રીજા અને પાંચમા દિવસે નજીકના પોલીસ સ્ટેશનમાં પોતાની હાજરી નોંધાવવાની રહેશે. એટલે કે હાઇકોર્ટે પેરોલ મંજૂર કરતી વખતે ચોક્કસ શરતો પણ લાગુ કરી છે.રાધેશ્યામ શાહ સહિત ૧૧ દોષિતોને ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના ગુનાઓમાં ૨૦૦૮માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસની સુનાવણી ગુજરાત બહાર મહારાષ્ટÙમાં થઈ હતી અને મુંબઈની વિશેષ અદાલતે ૨૦૦૮માં ૧૧ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી.
રાધેશ્યામ શાહનું નામ આ કેસમાં અગાઉ પણ મહત્વની કાનૂની કાર્યવાહીના કારણે ચર્ચામાં આવ્યું હતું. તેઓ ૧૧ દોષિતોમાં એકમાત્ર એવા દોષિત હતા જેમણે સજામાં વહેલી મુક્તિ એટલે કે સજામાફી અંગે કઈ સરકારને નિર્ણય લેવાની સત્તા છે તે મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મે ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તેમની અરજી પર ૧૯૯૨ની સજામાફીની નીતિ મુજબ વિચારણા કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૨૨માં ૧૧ દોષિતોને સજા માફી આપી હતી.
જાકે, ૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સજા માફી રદ કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલે સજા માફી અંગે નિર્ણય લેવાની યોગ્ય સરકાર ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટÙ સરકાર હતી. ત્યારબાદ તમામ ૧૧ દોષિતોને ફરી જેલમાં પરત જવાનો આદેશ થયો હતો.આથી હાલની હાઇકોર્ટની કાર્યવાહી સજા માફી અંગે નહીં પરંતુ માત્ર ૭ દિવસની પેરોલ અંગેની છે. પરિવારની આર્થિક Âસ્થતિ અને જેલ સત્તાવાળાઓના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે રાધેશ્યામ શાહને નિયત શરતો સાથે સાત દિવસની પેરોલ મંજૂર કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News