Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચલાલામાં પર્યાવરણ પર ભાર મુકવા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ચલાલામાં પર્યાવરણ પર ભાર મુકવા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Sanjog News 1 week ago

લાલાના સ્ટેશન રોડ પર પર્યાવરણના જતન અને હરિયાળા ચલાલાના નિર્માણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંચાલકો નરેશભાઈ બકસરિયા અને મનોજભાઈ બકસરિયાએ વધી રહેલા પ્રદૂષણ અને ગરમી સામે વૃક્ષોનું મહત્વ સમજાવી દરેક વેપારીને પોતાની દુકાન પાસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ભઈલુભાઈ વાળા, પ્રકાશભાઈ કારીયા, મહેશભાઈ ગુલવાણી, મથુરભાઈ ભુવા, ભોલુભાઈ સરવૈયા અને તેજસભાઈ ગોસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે આ સામાજિક પહેલને બિરદાવી હતી. અંતે, સૌએ "એક દુકાન એક વૃક્ષ"ના અભિયાનને જનઆંદોલન બનાવી સ્વચ્છ અને હરિયાળું ચલાલા બનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News