Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચલાલામાં શહેર ભાજપ દ્વારા ગુરુ રવિદાસજીની જન્મજયંતિની ઉજવણી

ચલાલામાં શહેર ભાજપ દ્વારા ગુરુ રવિદાસજીની જન્મજયંતિની ઉજવણી

Sanjog News 4 days ago

ગુરુપૂર્ણિમાના દિવસે ચલાલામાં શહેર ભાજપ દ્વારા ભીમનાથ મહાદેવ મંદિરમાં સમાજ સુધારક, સમરસ સમાજના પ્રણેતા સંત શિરોમણી ગુરુ રવિદાસજીની વિશેષ જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ તકે રવિદાસજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સહુએ આંબાના પાન પર દીપ પ્રગટાવી દીપમાળાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે બગસરા શહેર ભાજપના સંગઠન પ્રભારી તથા વક્તા પ્રકાશભાઈ કારીયાએ સંત ગુરુ રવિદાસજીના જીવન, સમાનતા, માનવતા, ભક્તિ, સામાજિક સમરસતા અને રાષ્ટ્રનિર્માણ માટેના તેમના અમૂલ્ય યોગદાન વિશે જણાવ્યું હતું.

ભીમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય મહિપતબાપુના માર્ગદર્શનમાં નરેશબાપુ ગોસાઈએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા, જયંતીભાઈ પાનસુરીયા, બાલાબાપુ દેવમોરારી, જયરાજભાઈ વાળા, ભયલુભાઈ વાળા, હિંમતભાઈ દોંગા, ડા. દેવકુભાઈ વાળા, ભરતભાઈ સોલંકી, યુવા ભાજપના પ્રદીપભાઈ હિરપરા સિધ્ધાર્થભાઈ ભગત, વનરાજભાઈ જેબલીયા વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભયલુભાઈ વાળાએ આભાર વ્યક્ત કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News