ચલાલા સ્થિત યોગનિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત શક્તિ ગુરુકુળમાં યજ્ઞોપવીત સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના જતન તથા સંવર્ધનના હેતુથી કાર્યરત આ ગુરુકુળમાં સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અહીં ધોરણ ૬થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે વેદોના પાઠ, સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું જ્ઞાન આપવામાં આવે છે

