(૬) ગુજરાત હાયબ્રીડ બાજરા-૭૩૨ (જી.એચ.બી.-૭૩૨) :- દાણા અને સુકા ચારાનું વધુ ઉત્પાદન આપતી, મધ્યમ મોડી પાકતી, કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી, દાણાનો આકર્ષક રંગ તેમજ દાણા મધ્યમ મોટા કદના ધરાવતી આ જાત ખરીફ વાવેતર માટે સને ૨૦૦૭માં બહાર પાડવામાં આવેલ છે. ડૂંડા મધ્યમ જાડા અને આકર્ષક દેખાવવાળા, સ્વાદિષ્ટ રોટલો અને ઉત્તમ પ્રકારનો ચારો આપતી આ જાત ગુજરાત ઉપરાંત અખિલ ભારતીય ધોરણે ભારતના બાજરો ઉગાડતા મધ્ય અને ઉત્તર ભારતના રાજયો (રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી વિ.)માં પણ ખરીફ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.
ગુજરાત રાજયમાં જુદા જુદા ૧૯ કેન્દ્રો પર ખરીફ ઋતુમાં સને ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી ચકાસણી કરતાં, આ જાતે કન્ટ્રોલ જાતો જી.એચ.બી. ૫૫૮, એમ.એચ.-૧૬૯ અને પી.બી.-૧૦૬ (પ્રાઈવેટ જાત) કરતાં અનુક્રમે ૧૧,૫૨ અને ૩૪ ટકા
આભાર - નિહારીકા રવિયા દાણાનું ઉત્પાદન વધુ આપેલ છે.(૭) ગુજરાત હાયબ્રીડ બાજરા-૭૪૪ (જી.એચ.બી.-૭૪૪) :-
કતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી, મધ્યમ વહેલી પાકતી, ડૂંડા ઘટ અને આકર્ષક દેખાવ વાળા તથા દાણા મોટા કદના ધરાવતી, આ જાતને સમગ્ર ગુજરાત ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉત્તર ભારતના રાજયો (રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી વિ.)માં ખરીફ ઋતુના મધ્યમ સમયમાં પાકતી જાત તરીકે વાવેતર માટે વર્ષ ૨૦૦૭થી ભલામણ કરવામાં આવેલ છે. ગુજરાત રાજયમાં જુદા જુદા ૧૮ કેન્દ્રો પર ખરીફ ઋતુમાં સને ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી ચકાસણી કરતાં, આ જાતે કન્ટ્રોલ જાતો જી.એચ.બી. ૫૭૭ અને એમ. એચ ૧૬૯ કરતાં અનુક્રમે ૧૯ અને ૫૧ ટકા દાણાનું ઉત્પાદન વધુ આપેલ છે.
(૮) ગુજરાત હાયબ્રીડ બાજરા-૭૧૯ (જી.એચ.બી.-૭૧૯) :- કતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી, મધ્યમ વહેલી પાકતી, ડૂંડા ઘટ અને આકર્ષક દેખાવ વાળા તથા દાણા મોટા કદના ધરાવતી, આ જાતને સમગ્ર ગુજરાત ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉત્તર ભારતના રાજયો (રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી વિ.)માં ખરીફ ઋતુના મધ્યમ સમયમાં પાકતી જાત તરીકે વાવેતર માટે વર્ષ ૨૦૦૭થી ભલામણ કરવામાં આવેલ છે. ગુજરાત રાજયમાં જુદા જુદા ૧૮ કેન્દ્રો પર ખરીફ ઋતુમાં સને ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી ચકાસણી કરતાં, આ જાતે કન્ટ્રોલ જાતો જી.એચ.બી. ૫૭૭ અને એમ. એચ ૧૬૯ કરતાં અનુક્રમે ૬ અને ૩૮ ટકા દાણાનું ઉત્પાદન વધુ આપેલ છે. આ જાત ડુંડો પર મૂછો ધરાવતી હોય પક્ષીથી નૂકશાન ઓછું થાય છે.
વાવેતરનો સમય, બીજનો દર અને વાવેતર અંતર :-
ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયે (૧૫ જૂનથી ૧૫ જુલાઇ સુધીમાં) વાવેતર કરવું. જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઇ પછી થાય તો વહેલી પાકતી જાતનું વાવેતર કરવું.બાજરાનું વાવેતર હેક્ટર દીઠ ૪.૦ કિ.ગ્રા. મુજબ બીજનો દર રાખી કરવું જોઈએ. જો ક્ષારીય, ક્ષારીય ભાસ્મીક કે ભાસ્મીક જમીન હોય તો તેના માટે ૬.૦ કિ.ગ્રા./હે. પ્રમાણે બિયારણનો દર રાખી બાજરાનું વાવેતર કરવું જોઈએ. બે હાર વચ્ચે ૬૦ સે.મી. અંતર રાખી વાવેતર કરવું જોઈએ અને વાવેતરના પંદર દિવસ બાદ હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૨ સે.મી. અંતર રાખી પારવણી કરવી જોઈએ. બીજનું વાવેતર ચાસમાં ૪ સે.મી.થી વધારે ઊંડાઇએ કરવું નહીં, જેથી બીજનો ઉગાવો પૂરતો અને ઝડપી થાય છે.

