દામનગર લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં સવારથી જ શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભજન, દર્શન, પૂજન અને અર્ચન સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હઠયોગી ખડેશ્વરી તપોનિષ્ઠ પૂજ્ય ઘનશ્યામગિરી બાપુએ દીપ પ્રાગટ્ય કરીને સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન માટે કતારો લગાવી હતી.
થેલેસેમિયા પીડિત બાળકોના હિતમાં ભાવનગર બ્લડ બેંક દ્વારા રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઘનશ્યામગિરી બાપુએ "પ્રાર્થના કરતા મદદ કરતા હાથ વધુ પવિત્ર છે" અને "માનવતા કરતાં મોટો કોઈ ધર્મ નથી" એવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

