Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દામનગરથી ધ્રુફણીયા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી ટ્રકમાં ખીચોખીચ ભરેલી ૮ ભેંસો ઝડપાઈ

દામનગરથી ધ્રુફણીયા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી ટ્રકમાં ખીચોખીચ ભરેલી ૮ ભેંસો ઝડપાઈ

Sanjog News 1 week ago

દામનગરથી ધ્રુફણીયા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી ટ્રકમાં ખીચોખીચ ભરેલી ૮ ભેંસો ઝડપાઈ હતી. અમરેલી ખાટકીવાડમાં રહેતો સત્તારભાઈ ઓસમાણભાઈ કાલવા (ઉ.વ.૪૫) પોતાના હવાલાવાળા ટ્રકમાં ૮ ભેંસને અત્યંત ટૂંકા દોરડાથી ખીચોખીચ, હલનચલન ન કરી શકે તે રીતે અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને, કોઈપણ પ્રકારના ઘાસચારા વગર અને પાણીની સગવડતા વગર લઈ જતા ઝડપાયો હતો.

ઈમ્તિયાજભાઈએ કતલ કરવાના ઈરાદે આ ભેંસો તેના તબેલેથી ટ્રકમાં ભરી હોવાની પણ તેણે કબૂલાત કરી હતી. પોલીસે ભેંસો, ટ્રક સહિત ૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. એમ. રાધનપરા વધુ તપાસ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News