Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધારી આઈટીઆઈમાં આજે પ્લેસમેન્ટ મેળો યોજાશે

ધારી આઈટીઆઈમાં આજે પ્લેસમેન્ટ મેળો યોજાશે

Sanjog News 1 week ago

ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા એપ્રેન્ટિસ અને બેરોજગાર તાલીમાર્થીઓને રોજગારીની તક મળી રહે તે હેતુથી પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો તા. ૨૯ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે આઈટીઆઈ તાલીમ સંસ્થા, ધારી, હીમખીમડી, તુલસીશ્યામ રોડ ખાતે યોજાશે. ભરતી મેળામાં SWAN DEFENCE AND HEAVY INDUSTRIES LTD કંપની ભાગ લેશે.

કંપની દ્વારા મેકેનિક ડિઝલ, ફિટર, વાયરમેન, ઈલેક્ટ્રિશિયન અને વેલ્ડરની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને અંદાજિત રૂ. ૧૨ હજાર જેટલો માસિક પગાર આપવામાં આવશે. ઉમેદવારોએ ભરતી મેળાના દિવસે આધાર કાર્ડ તથા તમામ શૈક્ષણિક લાયકાતના અસલ અને નકલ દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.આઈટીઆઈ પાસ થયેલા અને રોજગારી મેળવવા ઈચ્છતા તાલીમાર્થીઓને ભરતી મેળામાં ઉપસ્થિત રહી લાભ લેવા આચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News