અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસીયા ગામે એક કરુણ ઘટના સામે આવી હતી. ગામમાં રહેતા એક પ્રૌઢે નબળી આર્થિક સ્થિતિને કારણે સતત રહેતા માનસિક તણાવમાં આવી જઈ કુવામાં પડીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જેઠુરભાઇ ઘુસાભાઇ વાળા (ઉ.વ.૭૦) એ જાહેર કર્યા મુજબ, રાવતભાઇ ઘુસાભાઇ વાળા (ઉ.વ.૬૨) લાંબા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા.
આ માનસિક બોજ સહન ન થતા આખરે તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. તેઓએ ગામની સીમમાં આવેલા એક કુવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક તંગીના કારણે સર્જાતા માનસિક તણાવના પ્રશ્નોને સપાટી પર લાવ્યા છે. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન બી માઢક વધુ તપાસ કરી રહ્યા છે.

