Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

દિવાળી અને દેવદિવાળી વચ્ચે શું ફરક છે?

Sanjog News 7 hrs ago

(૧)મનુષ્ય બળવાન હોય છે કે તેનો સમય? રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
સમય બળવાન હોય છે ત્યારે મનુષ્ય બળવાન હોય છે અને મનુષ્ય બળવાન હોય છે ત્યારે એનો સમય બળવાન હોય છે.
(૨)ઘી અને સોડા એકસાથે પિવાય? - દર્શન પટેલ (વડોદરા)
એના કરતાં ઘિસોડાનું શાક ખાઇ લો!
(૩) આ વિચારને આવતા વિચાર આવતો હશે ખરો?
પુજા ગોંડલીયા (જસદણ)
વિચારીને કહું.
(૪)તમે મારા બે સવાલના જવાબ આપ્યા નથી તો મારે શું કરવાનું?

બાલુભાઈ કિકાણી (લીલિયામોટા)
મોટું મન રાખીને જતું કરવાનું!
(૫)દિવાળી અને દેવદિવાળી વચ્ચે શું ફરક છે?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
ઓગણીસ વીસનો.
(૬)ગરોળીનો પગ લપસે અને દીવાલ પરથી નીચે પડવાની જગ્યાએ ઉપર જાય તો ક્યો વૈજ્ઞાનીક નિયમ લાગુ પડે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
યમનો નિયમ!
(૭)સાહેબ! કૂતરું બચકું ભરે તો ઈન્જેકશન લેવા પડે પણ પત્ની બચકું ભરે તો?
ધોરાજીયા ચંદ્રકાંત એન (સાજણટીંબા)
આવા મામલા ઘરમેળે પતાવવાની સલાહ છે.
(૮)દિવાળી પછી ધોકો કેમ આવતો હશે?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
દર વખતે દિવાળી પછી નથી આવતો. ક્યારેક નવા વરસ પહેલાં પણ આવે છે.
(૯)પાડાના વાંકે પખાલીને ડામ એટલે શું?
હરપાલસિંહ જે. ઝાલા (ભોયકા તા.લીંબડી)
કોઈ જાણકાર પાડાને પૂછો.
(૧૦)આપણે આમલી ક્યારેય ખાધી જ ના હોય તો બીજાને આમલી ખાતા જોઈને આપણા મોઢામાં પાણી આવે?
કનુભાઈ પરમાર (દામનગર)
ન આવે. કારણ કે આપણે પાણી પીધું ન હોય તો મોઢામાં આમલી આવતી નથી!
(૧૧) દિવાળીમાં અમુક ફટાકડા સુરસુરિયું થઈ જાય છે, લેતાં પહેલાં કોઈ આઈડિયા આપો
ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ (મધવાસ જિ-મહીસાગર)
ફળ જેમ ચાખીચાખીને લો છો એમ ફટાકડા ફોડીફોડી ને લો.
(૧૨)દિવાળી અને દેવદિવાળી એમાં શું ફરક છે?
વનિતાબેન હરેશભાઈ કાવઠિયા( નવા ઉજળા)
દિવાળી એટલે સુરતથી ગામડે આવવાનો દિવસ, દેવદિવાળી એટલે ગામડેથી સુરત પાછા જવાનો દિવસ!
(૧૩)ધકેલ પંચા દોઢસો તો પછી ત્રીસ પંચા કેટલા?
હરિભાઈ ધોરાજિયા લીલિયા મોટા)
તમે એક કામ કરો. બજારમાંથી દેશી હિસાબની એક ચોપડી લઈ લો. એમાં બધું લખ્યું હશે.
(૧૪)દિવાળીના તહેવારે ઘરકામમાં જોતરાવું ના પડે એ માટે માર્ગદર્શન આપશો? - શંભુ ખાંટ અનિકેત (પાટ્યો અરવલ્લી)
અત્યારે હું સાફસફાઈમાં જોતરાયો હોવાથી માર્ગદર્શન નહી આપી શકું!
(૧૫)દિવાળીનું બોનસ ક્યારે મોકલવાના છો?
રાજુ એન. જોષી ધરાઈ (બાલમુકુંદ)
બોનસ માગીને મગજની નસ હલાવો મા!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News