Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગજેરા કેમ્પસ-વિદ્યાસભાનો રાષ્ટ્રીય કક્ષાએ ડંકો

ગજેરા કેમ્પસ-વિદ્યાસભાનો રાષ્ટ્રીય કક્ષાએ ડંકો

Sanjog News 5 days ago

ડોદરા ખાતે તા. ૨૨ અને ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી WKFI નેશનલ કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૬માં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા, અમરેલીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ મેળવ્યા હતા. સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. કુમિતે વિભાગમાં આલ ધનશ્રી, ગૌતમ સોલંકી, મેહતા દક્ષરાજ અને ગોંડલિયા દક્ષે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

પરમાર ભૂમિ અને નાઘેરા જીયાએ સિલ્વર, જ્યારે સોલંકી પલ, ડાભી સોહમ, હાડિયા કેવલ, પરમાર રાહિલ, પરમાર અભય, ગામારા હાર્દિક અને બાવળિયા રુદ્રએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. કાતા વિભાગમાં હાડિયા કેવલ, પરમાર રાહિલ અને પરમાર ભૂમિએ ગોલ્ડ તથા આલ ધનશ્રી અને ગોંડલિયા દક્ષે સિલ્વર મેડલ મેળવ્યા હતા.આ સિધ્ધી બદલ વસંતભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા, ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી, વસંતભાઈ પેથાણી સહિતનાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News