Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે ગાંજાનું વાવેતર ઝડપી પાડતી પોલીસ

ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામે ગાંજાનું વાવેતર ઝડપી પાડતી પોલીસ

Sanjog News 2 weeks ago

ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામની રાજાટીંબા સીમમાં ગીર ગઢડા પોલીસ અને SOGની ટીમે સંયુક્ત દરોડો પાડી અન્ય પાકની આડશમાં ગાંજાનું વાવેતર કરતા ૬૭ વર્ષીય ખેડૂતને ઝડપી પાડ્‌યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ધીરુભાઈ રૂખડભાઈ મકવાણા પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા ખેતરમાંથી ૬૨૧ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે રૂ.૩૧,૦૫૦ની કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૩૬,૦૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી અન્ય પાકની આડશમાં ગાંજાનું વાવેતર કરી તેની સુકવણી કર્યા બાદ છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની પૂછપરછ શરૂ કરી છે. ગાંજાના બીજ ક્યાંથી મેળવ્યા અને કોને વેચાણ કર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News