Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગોલુની કમાલ !

ગોલુની કમાલ !

Sanjog News 4 days ago

ક સરસ મજાનું ગણિતનું ગામ હતું. આ ગામમાં બધા અંકો રહેતા હતા. અને હા, આ બધા અંકોની વચ્ચે ત્યાં આપણો વહાલો ગોલુ શૂન્ય પણ રહેતો હતો! ગોલુ કેવો હતો ખબર છે? એકદમ ગોળ-ગોળ, ગરમાગરમ રસગુલ્લા જેવો! પણ બિચારો ગોલુ બહુ ઉદાસ રહેતો. બીજા બધા અંકો તેને બહુ ચિડવતા હતા.
મોટો નવડો વટ મારીને કહેતોઃ "હું તો સૌથી મોટો! મારા જેવો ઠાઠ કોઈનો નહિ!" એકડો પણ કૂદકો મારીને કહેતોઃ "હું તો બધાથી આગળ જ હોઉં, એટલે હું જ હીરો!"

બધા અંકો ગોલુને જોઈને હસતાં અને કહેતાંઃ "અરે તું તો મીંડું છે, ગોળ ગોળ ઈંડું છે! તારી તો કોઈ કિંમત જ નથી!" ગોલુ વિચારતો, "શું હું ખરેખર નકામો છું?"
એક દિવસ એકડો ઉદાસ થઈને બેઠો હતો. તેને નવડાએ બહુ ચિડવ્યો હતો. ગોલુ તેની પાસે ગયો અને પૂછ્યું, "અરે એકડાભાઈ, તમે કેમ આમ ઉદાસ થઈને બેઠા છો?"
એકડાએ કહ્યું, "હું તો બહુ નાનો છું. પેલો નવડો મને બહુ હેરાન કરે છે."
ગોલુ હસ્યો અને બોલ્યો, "એકડાભાઈ, તમે જરાય ચિંતા ન કરશો! ચાલો હું તમારી જમણી બાજુએ આવીને ઊભો રહું છું! પછી જુઓ કમાલ!"
જેવો ગોલુ એકડાની બાજુમાં જઈને ઊભો રહ્યો કે… ઝૂઉઉમ! એક મોટો જાદુઈ અવાજ થયો! એકડો તો હવામાં ફુગ્ગાની જેમ ફૂલવા લાગ્યો! તેનું પેટ એકદમ મોટું થઈ ગયું. તેણે તળાવના પાણીમાં પોતાનું મોઢું જોયું તો તે ચોંકી ગયો! તે હવે ખાલી એક નહોતો રહ્યો. તે હવે નાનો નહોતો. હવે તે બની ગયો હતો દસ્સો! મોટો મોટો દસ્સો!
એકડો તો ખુશીથી નાચવા લાગ્યો, "અરે વાહ! હું તો નવડા કરતાંય મોટો થઈ ગયો! આ તો શૂન્યની જાદુઈ કમાલ છે!"
આ નવો જાદુ જોઈને બીજા અંકોની આંખો ફાટી ગઈ! બગડો દોડતો દોડતો આવ્યો અને કરગરવા લાગ્યો, "ગોલુ ભાઈ, ગોલુ ભાઈ! પ્લીઝ, મારી બાજુમાં પણ આવી જાઓ ને!"
ગોલુ હસતાં હસતાં બગડાની બાજુમાં ઊભો રહ્યો. ફરી મોટો અવાજ આવ્યો - ઝૂઉઉઉમપ હવે બગડો બની ગયો વીસ!
પછી તો એક પછી એક બધા અંકો ગોલુને પોતાની બાજુમાં ઊભા રહેવા કહેવા લાગ્યા, "મારી બાજુ, મારી બાજુ." ગોલુને પણ મજા પડી. એ પણ એક પછી એક અંકની બાજુમાં ઊભો રહેવા લાગ્યો.
તગડો બન્યો ત્રીસ!
ચોગડો બન્યો ચાલીશ!
પાંચડો બન્યો પચાસ!
બધા અંકો જાડા-પાડા થઈને કૂદવા લાગ્યા. છેલ્લે પેલો નવડો રહ્યો. હવે તે એક ખૂણામાં મોઢું બગાડીને બેઠો હતો. કારણ કે હવે તે સૌથી નાનો દેખાતો હતો!
તે ધીમે પગલે ગોલુ પાસે આવ્યો. તેણે પોતાના કાન પકડ્‌યા અને બોલ્યો, "ગોલુ ભાઈ, મને માફ કરી દો. મેં તમારી ઘણી મજાક કરી. પણ તમારા વિના અમારી કાંઈ કિંમત નથી. પ્લીઝ મને પણ મોટો મોટો બનાવી દો ને!"
ગોલુ મીઠું હસ્યો અને નવડાની બાજુમાં જઈને ગોઠવાઈ ગયો - ઢિશૂમ! નવડો સીધો બની ગયો નેવુ! નવડો તો ખુશ થઈને ગોલુને ગળે વળગી પડ્‌યો.
બધા અંકો હવે ગોલુની આજુબાજુ ગોળ કુંડાળું વળીને તાળીઓ પાડતા ગાવા લાગ્યાઃ
"ગોળ ગોળ મીંડાભાઈ,
એ તો સૌના મોટાભાઈ! ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News