Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતીઓએ રૂ. ૨૩,૩૮૧ કરોડનું સોનું ગિરવે મુક્યું, પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોન પ્રથમ પસંદ

ગુજરાતીઓએ રૂ. ૨૩,૩૮૧ કરોડનું સોનું ગિરવે મુક્યું, પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોન પ્રથમ પસંદ

Sanjog News 3 days ago

ગુજરાતમાં નાણાકીય કટોકટી અને આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સોનું ગિરવે મૂકીને લોન મેળવવાનો ટ્રેન્ડ અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો છે. તાજેતરના નાણાકીય આંકડાઓ અનુસાર, રાજ્યના નાગરિકોએ વિવિધ બેંકો અને ફાયનાન્સ કંપનીઓમાં અંદાજે ૨૩,૩૮૧ કરોડ રૂપિયાની કિંમતનું સોનું ગિરવે મૂકીને ગોલ્ડ લોન મેળવી છે. વ્યાપાર-ધંધામાં રોકડની ખેંચ, મોંઘવારી, તબીબી કટોકટી તેમજ બાળકોના શિક્ષણના ખર્ચને પહોંચી વળવા માટે મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગ ગોલ્ડ લોન તરફ ઝડપથી વળ્યો છે.સ્થાનિક શહેર માર્ગદર્શિકા મેળવવી અન્ય લોનની સરખામણીએ ગોલ્ડ લોન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને અત્યંત ઓછા કાગળિયાંવાળી હોવાથી લોકો આ વિકલ્પને વધુ પસંદ કરી રહ્યા છે.

સરકારી અને ખાનગી બેંકો ઉપરાંત નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ દ્વારા આક્રમક માર્કેટિંગ અને આકર્ષક વ્યાજદરો ઓફર કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગોલ્ડ લોનના ધિરાણમાં નોંધપાત્ર ટકાવારીનો વધારો જાવા મળ્યો છે. સોનાના આસમાને આંબતા ભાવોને કારણે ગ્રાહકોને પોતાના સોના સામે વધુ રકમની લોન મળી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ સોનાની લોનના ડિફોલ્ટરની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
ભૂતકાળમાં સોનું ગિરવે મૂકવું એ સામાજિક રીતે પ્રતિષ્ઠા ઓછી કરનારું ગણાતું હતું, પરંતુ હવે બદલાતા સમય સાથે લોકોની માનસિકતા બદલાઈ છે. લોકો હવે સોનાને માત્ર એક નિષ્ક્રિય સંપત્તિ ગણવાને બદલે કટોકટીના સમયમાં તાત્કાલિક નાણાકીય લિકવીડિટી મેળવવાનું મજબૂત સાધન માની રહ્યા છે. આ રેકોર્ડબ્રેક ધિરાણ દર્શાવે છે કે ગુજરાતના અર્થતંત્રમાં ગોલ્ડ લોન માર્કેટ આગામી દિવસોમાં હજુ વધુ મજબૂત બનશે.
રાજ્યમાં લોન મેળવવાની પસંદગીમાં લોકોમાં પ્રથમ ક્રમે ગોલ્ડ લોન રહી છે. ગોલ્ડ લોન બાદ જ વ્યક્તિગત લોન અને વાહન લોનનો ક્રમ આવે છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે આર્થિક જરૂરિયાત કે કટોકટી સમયે સોનું ગુજરાતીઓ માટે સૌથી ઝડપી અને ભરોસાપાત્ર આધાર સાબિત થઈ રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News