Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હાર્દિક પટેલની પોસ્ટથી નવો ગણગણાટ શરૂ, પોતાના વિરોધીઓની સરખામણી દેડકા સાથે કરી

હાર્દિક પટેલની પોસ્ટથી નવો ગણગણાટ શરૂ, પોતાના વિરોધીઓની સરખામણી દેડકા સાથે કરી

Sanjog News 2 weeks ago

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી મૂકે એટલે ગુજરાતના રાજકારણમાં ગણગણાટ શરૂ થઈ જતો હોય છે. ત્યારે ફરી એકવાર આ ગણગણાટ જાવા મળ્યો છે. કારણ કે, હાર્દિક પટેલની સ્ટોરીએ માહોલ ગરમ કર્યો છે. આ વખતે તેઓએ પોતાના વિરોધીઓની સરખામણી દેડકા સાથે કરી છે. આ પોસ્ટર વોરથી હાર્દિક પટેલ શું કહેવા માંગે છે, જાણો. હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર દેડકાનું એક ચિત્ર મૂક્યૂ છે.

તેના ઉપર લખ્યું કે, 'દેડકાને સોનાના હિંચકા પર બેસાડો તો પણ છલાંગ તો ખાડામાં જ મારશે.' વાત આટલેથી અટકતી નથી. કારણ કે, આગળ તેઓએ લખ્યું કે, ગમે તેવી સલાહ આપશો તો પણ વિરોધીઓ વિરોધ જ કરશે જ.
આ પોસ્ટ થકી હાર્દિક પટેલે કોને ટાર્ગેટ કર્યા તે તો હજી બહાર આવ્યું નથી, પરંતું આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જરૂર શરૂ થઈ ગઈ છે. હાર્દિક પટેલે કોની સરખામણી દેડકા સાથે કરી. આ વિરોધીઓ પક્ષના અંદરના જ છે કે, બહારના છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ પોતાના વેધક બોલને કારણે પ્રખ્યાત છે. પરંતુ હવે તેઓ શબ્દોના બાણ સોશિયલ મીડિયા થકી ચલાવે છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી મૂકીને તેઓ જે કહેવાનું હોય તે કહી દે છે. તેઓ કટાક્ષભરી પોસ્ટ મૂકીને લાગતા વળગતાઓને સ્પષ્ટ સંદેશ આપી દે છે. આ રીતે તેઓ બોલવાથી બચી જાય છે. પરંતુ ક્યાંરેક તેમનો આંદોલનકારી સ્વભાવ બહાર આવી જ જાય છે. હવે તેઓ નામ લીધા વગર શાબ્દીક બાણ ચલાવે છે.
ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ સમિતિ વિધાનસભા દ્વારા બનાવેલા કાયદાઓ બાદ સરકાર દ્વારા અમલમાં મુકાતા નિયમો, જાગવાઈઓ અને પ્રક્રિયાઓ કાયદાની મર્યાદામાં અને જનહિતમાં છે કે નહીં તેની દેખરેખ રાખે છે. આ મહત્વપૂર્ણ સમિતિમાં કુલ ૧૦ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News