Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઇન્ડોનેશિયન ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

ઇન્ડોનેશિયન ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

Sanjog News 2 weeks ago

ન્ડોનેશિયન ફેરીમાં મોટી આગ લાગી છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ૪૧ લોકો ગુમ છે. શોધ અને બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેરીમાં ૨૭૧ લોકો સવાર હતા. રાષ્ટÙીય શોધ અને બચાવ એજન્સી, બસરનાસના જણાવ્યા અનુસાર, જહાજ પૂર્વ જાવાના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર જઈ રહ્યું હતું ત્યારે કેપ્ટને આગની જાણ કરી હતી.ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાથી નીકળતી એક ફેરીમાં આગ લાગી.

આગને કારણે ગભરાટ અને ચીસો ફેલાઈ ગઈ. બચાવ ટીમો હાલમાં બચી ગયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. જાકે, ફેરીમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી.
બસારનાસ દ્વારા જાહેર કરાયેલા વિડીયોમાંથી લેવામાં આવેલી આ તસવીરમાં, ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ નજીક સમુદ્રમાં પેસેન્જર ફેરી "મુતિયારા સાન્તોસા ૨" માં આગ લાગ્યા પછી તેમાંથી ધુમાડો નીકળતો જાવા મળે છે. મદુરા ટાપુ, જેની નજીક આ ઘટના બની હતી, તે જાવાના ઉત્તરપૂર્વ કિનારે આવેલું છે. ફેરીમાં સવાર લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતના સમાચાર મળતાં જ અનેક બચાવ બોટ, કોસ્ટ ગાર્ડ જહાજા અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન, દરિયામાંથી ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ કામગીરી ચાલુ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આગ ટેકનિકલ ખામી, એન્જીનમાં ખામી કે અન્ય કોઈ કારણસર લાગી છે કે કેમ તે નક્કી કરવા માટે એક વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવશે. બધા મુસાફરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ગયા જુલાઈમાં, ઇન્ડોનેશિયામાં એક પેસેન્જર ફેરીમાં આગ લાગી હતી. ૩૦૦ થી વધુ લોકો સવાર આ જહાજમાં સવાર હતા. તેમાં આગ લાગી હોવાના વીડિયો સામે આવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News