Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જાધપુર જેલમાં કેદ આસારામને ૧૩ વર્ષ પછી મોટી રાહત; હાઈકોર્ટે ૨૦ દિવસના પેરોલ મંજૂર કર્યા

જાધપુર જેલમાં કેદ આસારામને ૧૩ વર્ષ પછી મોટી રાહત; હાઈકોર્ટે ૨૦ દિવસના પેરોલ મંજૂર કર્યા

Sanjog News 3 days ago

ગીર પર બળાત્કારના આરોપમાં જાધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ૮૭ વર્ષીય આસારામને ૧૩ વર્ષમાં પહેલી વાર ૨૦ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્મા અને ન્યાયાધીશ સંજીત પુરોહિતની બનેલી બેન્ચે આદેશ જારી કર્યો હતો કે પેરોલ નકારવા માટે રજૂ કરાયેલી ચિંતાઓનો કોઈ નક્કર આધાર રેકોર્ડ પર નથી.આસારામનું પ્રતિનિધિત્વ કરતા વકીલ કાલુરામ ભાટી અને યશપાલ સિંહ રાજપુરોહિત હતા.

સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે કોર્ટને જાણ કરી હતી કે પેરોલ અરજી નકારવાની ભલામણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી હતી કે જા પેરોલ મંજૂર કરવામાં આવે તો તે ફરાર થઈ શકે છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે રાજસ્થાનની બહાર તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને ગુજરાતની એક કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે. સરકારે કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરી હતી કે આસારામ સારવાર હેઠળ છે અને તબીબી અધિકારીએ પેરોલ માટે ફિટનેસ સર્ટિફિકેટ જારી કર્યું નથી. વધુમાં, ફરિયાદીના પરિવારની સલામતી અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
જાકે, આ દલીલો પર વિચાર કર્યા પછી, હાઇકોર્ટે જણાવ્યું હતું કે આસારામ લગભગ ૧૩ વર્ષ, એક મહિનો અને ૨૪ દિવસથી જેલમાં છે. આ સમયગાળા દરમિયાન, તેમને અગાઉ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ જામીનનો દુરુપયોગ, ફરાર, સમાજ કે સાક્ષીઓને પ્રભાવિત કરવા અથવા કોઈને નુકસાન પહોંચાડવાના કોઈ બનાવો નોંધાયા નથી. તેથી, ફક્ત આશંકાઓના આધારે પેરોલ નકારી શકાય નહીં. ડિવિઝન બેન્ચે, સરકાર દ્વારા વ્યક્ત કરાયેલી બધી આશંકાઓને પાયાવિહોણી ગણાવીને, આસારામને ૨૦ દિવસની પહેલી પેરોલ મંજૂર કરી. કોર્ટે તેમને ૫૦,૦૦૦ ના વ્યક્તિગત બોન્ડ અને ૨૫,૦૦૦ ના બે સક્ષમ જામીનદારો ભરવાની શરતે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા પછી, તેમણે નિયમો અનુસાર જેલમાં પાછા રિપોર્ટ કરવાની જરૂર રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News