Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જનક તળાવીયાના હસ્તે લાઠીના શાખપુર ગામે નવી આયુર્વેદિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું

જનક તળાવીયાના હસ્તે લાઠીના શાખપુર ગામે નવી આયુર્વેદિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું

Sanjog News 5 days ago

લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી અંદાજિત રૂ. ૪૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આયુર્વેદિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ હોસ્પિટલના નિર્માણથી શાખપુર સહિત આસપાસના ગામોના લોકોને આયુર્વેદ આધારિત સારવાર, આરોગ્ય માર્ગદર્શન અને વિવિધ સેવાઓ પોતાના વિસ્તારમાં જ પ્રાપ્ત થશે.આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર ગામડાઓમાં આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સતત કાર્યરત છે.

આ હોસ્પિટલથી સ્થાનિક લોકોને ગુણવત્તાસભર સેવાનો લાભ મળશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સરપંચ, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News