Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જિલ્લામાં ધો.૧૦ અને ૧રની પૂરક પરીક્ષા ૧૧ જૂનથી શરૂ

જિલ્લામાં ધો.૧૦ અને ૧રની પૂરક પરીક્ષા ૧૧ જૂનથી શરૂ

Sanjog News 3 days ago

મરેલી જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષાઓ આગામી તા. ૧૧ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. આ પૂરક પરીક્ષાના સુચારુ આયોજન અને સંચાલન અર્થે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ વર્ષે જિલ્લામાં ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા કુલ ૧૧ કેન્દ્રો પર લેવાશે, જેમાં અંદાજે ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

આ ઉપરાંત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૫૦ થી વધુ અને સામાન્ય પ્રવાહમાં અંદાજિત ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કલેક્ટરે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News