Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કેરીયા નાગસ ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલનો મફત સર્વ રોગ નિદાન કેમ્પ

કેરીયા નાગસ ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલનો મફત સર્વ રોગ નિદાન કેમ્પ

Sanjog News 5 days ago

કેરીયા નાગસ ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ના ઉદ્દેશ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મફત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સવારે ૯થી ૧૨ વાગ્યા સુધી યોજાયેલા કેમ્પમાં ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ૧૫૦ જેટલા દર્દીઓએ નિઃશુલ્ક તપાસ, નિદાન અને સારવાર અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

કેમ્પમાં ડેન્ટિસ્ટ ડા. સોમિલ સાવલિયા, બાળરોગ નિષ્ણાત ડા. શૈલેષ સુદાણી, હોમિયોપેથિક નિષ્ણાત ડા. હાર્દિક કાથરોટીયા, આયુર્વેદિક નિષ્ણાત ડા.

દીક્ષિત ભંડેરી, ફિઝિયોથેરાપિસ્ટ ડા. ચિરાગ કોલડીયા અને ડા. રજનીકાંત રીબડીયાએ સેવાઓ આપી હતી. પ્રમુખ લાયન રાકેશ નાકરાણી સહિત ક્લબના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી.PHCના મેડિકલ ઓફિસર સોનલબેન પટેલ અને સ્ટાફે સહકાર આપ્યો હતો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News